ઇન્સ્ટન્ટ તવા નાન (Instant Tava Nan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર ની સામગ્રી વડે નાન નો લોટ બાંધી લેવો. લોટ ઢીલો બાંધવો અને તેને તેલ લગાવી 15 મિનિટ માટે ઢાંકી ને રાખી દેવો.
- 2
લોટ માંથી લૂઆ કરી તેને જોઈતા આકાર માં વણી લેવા. તેના ઉપર ઘી/તેલ કે માખણ લગાવી ઉપર કોથમીર છાંટી સહેજ ફરી વેલણ થી વણી લેવું. પાછળ ના ભાગ પર પાણી લગાવી ગરમ કરેલા તવા પર મૂકી દેવું. હાથ વડે સહેજ દબાવવું જેથી તવા પર નાન ચોંટી જાય.
- 3
નાન પર ઉપરના ભાગ પર બબલ (bubble) દેખાય એટલે તવા ને ઊંધો કરી ગેસ પર રાખવો જેથી ઉપરની તરફ પકવી શકાય. 2 થી 3 મિનિટ પછી નાન ને ઉતારી લેવી. સર્વ કરતી વખતે તેના પર બ્રશ વડે બટર કે ઘી લગાવી કોઈ પણ સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16601339









ટિપ્પણીઓ (3)