તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)

Shweta Shah @Shweta_2882
તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મેંદા ચાયણીથી ઘઉંના લોટને ચાળી લો જેથી એકદમ ઝીણો ઘઉંનો લોટ મળશે હવે તેમાં કુલચા માટેની બધી સામગ્રી ઉમેરી હૂંફાળું પાણી ઉમેરી તેમાંથી નરમ કણક તૈયાર કરી તેને પાંચથી સાત મિનિટ માટે મસળી લો હવે તેને બે કલાક માટે ભીના કાપડમાં વીંટાળીને ઢાંકી ને મૂકી રાખો.
હવે તેમાંથી એક સરખા લુવા કરી તેની એક તરફ ઝીણી સમારેલી કોથમીર અને તલ ભભરાવી પાણીવાળો હાથ કરી તેને સહેજ દબાવી દો. બીજી તરફ પાણી વાળો હાથ ફેરવી તે ભાગને ગરમ તવી પર મૂકી આજુબાજુ સહેજ પાણી છાંટી 3 થી 4 મિનિટ માટે તેને કુક કરી લો. - 2
પછી કુર્જાને બીજી તરફ ફેરવીને એક થી બે મિનિટ માટે કુક કરી લો આ રીતે બધા કુલચા તૈયાર કરી લો પછી તવી ઉપર બટર અથવા તો દેશી ઘી મૂકીને ઝીણી સમારેલી કોથમીર છાંટી કુલચા ને એકાદ મિનિટ માટે બંને તરફ શેકી લો.
- 3
તૈયાર ગરમા ગરમ કુલચા ને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16605979









ટિપ્પણીઓ (13)