સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને મિક્સ કરી બરાબર ધોઈ ને 30 મિનિટ ઢાંકી ને પલાળી રાખો
- 2
હવે બધા વેજીટેબલ ને કાપી લો મરચાં ને વાટી લો અને તમાલપત્ર,લવિંગ,લાલ સૂકું મરચાં,તજ અને ફૂલ ને એક પ્લેટ માં કાઢી લેવા
- 3
હવે કૂકર મા ઘી અને તેલ ગરમ કરવા તેમાં રાઈ અને જીરું ઉમેરો પછી લાલ સૂકું મરચું,મીઠો લીમડો,તજ,લવિંગ, તમાલપત્ર અને ફૂલ ઉમેરો પછી તેમાં લીલાં મરચા અને શીંગદાણા ઉમેરી સાંતળો
- 4
હવે ટામેટા સિવાય બધા વેજીટેબલ ઉમેરી મિક્સ કરવું પછી તેમાં મીઠું,હળદર, લાલ મરચું પાઉડર ઉમેરો
- 5
હવે બરાબર મિક્સ કરી 1 મિનિટ સાંતળો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરો પાણી ઉકળે એટલે તેમાં પલાળેલા દાળ ચોખા ઉમેરવા
- 6
હવે તેમાં ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરવું પછી સંભાર મસાલો અને ઘી ઉમેરો હવે કૂકર ને બંધ કરી 3 સિટી વગાડવી
- 7
હવે કૂકર ઠંડુ થાય પછી ખોલી ઉપર થી ઘી ઉમેરી મિક્સ કરવું
- 8
હવે ગરમ ગરમ ખીચડી ને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર થોડું ઘી ઉમેરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ