માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)

#ROK
આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK
આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દહીં છાશ અને બેસન ઉમેરી બરાબર મિક્સ કરવું હવે તેમાં વાટેલા લીલા મરચાં ઉમેરવા હવે એક તાવડી માં ઘી ગરમ કરો પછી માખણ ઉમેરી શેકી લેવા
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરવું તેમાં જીરું,તજ,લવિંગ,મીઠો લીમડો ઉમેરી વઘાર રેડી કરવો પછી હિંગ ઉમેરો હવે તેમાં દહીં અને બેસન નું મિશ્રણ ઉમેરી 2 મિનિટ ઉકળવા દેવી હવે તેમાં ગોળ ઉમેરવો
- 3
ત્યાર બાદ લીલી હળદર અને મીઠું ઉમેરવું હવે 1 મિનિટ ઉકળવા દેવી ત્યાર બાદ માખાના ઉમેરવા
- 4
હવે તેને 2 મિનિટ બરાબર ઉકાળવી તેથી હળદર નો ટેસ્ટ અને કલર બંને સારા આવશે
- 5
હવે આપડી માખાના કાઢી રેડી થઈ ગઈ છે તેને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર ભભરાવવી અને સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ