મકાઈ મેથી પરાઠા (Makai Methi Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી અને કોથમીર ને સાફ કરી કાપી બરાબર ધોઈ લેવી અને પાણી નીતરવા મુકવી
- 2
હવે એક બાઉલ માં છાસ લેવી તેમાં લીલા મરચાં,આદુ અને લસણ ને કાપી ને ઉમેરો અને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું
- 3
ત્યાર પછી એક મોટા બાઉલમાં મકાઈ નો લોટ અને ઘઉં નો લોટ લેવો તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર,અજમો અને તલ ઉમેરો
- 4
ત્યાર પછી તેલ,દહીં વાળુ મિશ્રણ,મેથી ની ભાજી અને આચાર મસાલો ઉમેરી મિક્સ કરી લોટ બાંધવો અને 15 મિનિટ ઢાંકી ને મૂકવો
- 5
હવે બધેલા લોટ ના લુવા કરી લેવા અને અટામણ લઈ ને પરાઠા વણી લેવો હવે ગરમ તવી ઉપર પરાઠા શેકવા મૂકો
- 6
હવે પરાઠા ને બંને બાજુ થી તેલ મૂકી બરાબર શેકી લેવા
- 7
હવે સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવા આ પરાઠા આમ તો એકલા સારા લાગે છે સર્વ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16696274

























ટિપ્પણીઓ