રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ને ધોઈ તેના ઉપર તેલ લગાવી ગેસ ઉપર શેકી લેવા સાથે લસણ ને પણ શેકી લેવું
- 2
હવે રીંગણ ની છાલ કાઢી મેશ કરી લેવું લસણ ની છાલ કાઢી લીલા મરચાં સાથે વાટી લેવા ટામેટા ને કાપી લેવું લીલી ડુંગળી નો સફેદ ભાગ અને લીલા ભાગ ને અલગ અલગ કાપવા હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું
- 3
હવે તેમાં રાઈ ઉમેરવી પછી તેમાં વાટેલાં લસણ મરચા ઉમેરવા હવે તેમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરવો
- 4
હવે લીલું લસણ ઉમેરી એક મિનિટ સાંતળો પછી ટામેટું ઉમેરી સાંતળો હવે મીઠું,લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો અને મિક્સ કરો
- 5
હવે મેસ કરેલું રીંગણ ઉમેરી મિક્સ કરવું અને બે મિનિટ ચડવા દો પછી તેમાં લીલી ડુંગળી નો લીલો ભાગ ઉમેરી મિક્સ કરો અને બે મિનિટ ચડવા દેવું
- 6
હવે તૈયાર છે રીંગણ નો ઓળો તેને સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
- પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
- લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
- ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
- સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
- કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16711189






















ટિપ્પણીઓ