રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિલ્ક પાઉડર દૂધ ઘી મિક્સ કરે એને એક પેનમાં જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવે રાખો તેનો માવો બને ત્યાં સુધી હલાવી રાખો મેં મિલ્ક પાઉડર માંથી ઘરે માવો બનાવ્યો છે
- 2
હવે એક પેનમાં દૂધ ગરમ કરી તેમાં ઘી અને ખાંડ નાખે સતત હલાવતા રહો
- 3
હવે સૂંઠ મરી પાઉડર બત્રીસુ પાઉડર બધા ડ્રાયફ્રુટ ખજૂર અંજીર બધું તૈયાર કરી લો કાજુ બદામ પિસ્તાને અધકચરા પીસી લ્યો. ત્યારબાદ ખજૂર અને અંજીર ને પણ મિક્સરમાં ક્રશ કરી લો
- 4
હવે એક પેનમાં દૂધ ગરમ કરી લો ત્યારબાદ તેમાં ઘી ખાંડ નાખી સતત હલાવતા રહો
- 5
દૂધ ગરમ થાય એટલે તેમાં ખજૂર અંજીર ની પેસ્ટ નાખી સતત હલાવતા રહો થોડુંક દૂધ ઘટ થાય ત્યારબાદ તેમાં શીગાડો નો લોટ નાખી સતત હલાવતા રહો ત્યારબાદ તેમાં સૂંઠ પાઉડર મરી પાઉડર બત્રીસુ પાઉડર પાઉડર નાખી એકદમ લચકા પડતો થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો
- 6
લચકા પડતું થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી અને પાથરી લ્યો ઉપરથી કાજુ બદામ નાખી ઠંડુ થવા દો
- 7
4 થી 5 કલાક પછી ઠંડુ થાય એટલે તેના પીસ કરી લો
- 8
તો તૈયાર છે શિયાળાને અનુરૂપ સાલમપાક તમે બત્રીસુ પાઉડર ની બદલે 32 જાતના અલગ અલગ જે વસાણા આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તમે સૂંઠ પાઉડર મરી પાઉડર તમારા સ્વાદ મુજબ ઓછો વાતો કરી શકો છો
Similar Recipes
More Recipes
- ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
- બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
- વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
- સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
- ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)














ટિપ્પણીઓ