વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)

#WCR
આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR
આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી અને ગાજર ને છીણી લેવા કેપ્સિકમ ને કાપી લેવા લીલી ડુંગળી નો લીલો ભાગ કાપી લેવો આદુ અને મરચા ને અલગ અલગ ખાંડી લેવા હવે એક મોટા બાઉલમાં છીણેલી કોબીજ અને ગાજર લેવું
- 2
હવે તેમાં લીલી ડુંગળી નો લીલો ભાગ અને મીઠું ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ રાખવું
- 3
હવે પાંચ મિનિટ પછી હાથ થી નીચોવી ને પાણી કાઢી લેવું અને મોટા બાઉલ માં લઇ લેવું પછી તેમાં કેપ્સિકમ ઉમેરવું
- 4
હવે લીલા મરચાં અને આદુ ઉમેરી મિક્સ કરવું પછી તેમાં કોર્નફ્લોર, મેંદો અને ચોખા નો લોટ ઉમેરવો
- 5
હવે મરી પાઉડર,લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરવું આમાં આપડે પાણી ઉમેરવાનું નથી
- 6
હવે તેમાં થી નાના બોલ્સ બનાવી લેવા હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં આ મંચુરિયન બોલ્સ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા
- 7
હવે આવી રીતે બધા મંચુરિયન બનાવી લેવા પછી લસણ,કેપ્સિકમ,આદુ, લીલા મરચા,ડુંગળી,અને લીલી ડુંગળી નો સફેદ ભાગ ને કાપી લેવા હવે એક કડાઈમાં તેલ ગરમ કરવું અને તેમાં લસણ અને આદુ ઉમેરી સોતે કરવું
- 8
હવે લીલા મરચાં, લીલી ડુંગળી નો સફેદ ભાગ,ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો
- 9
હવે લીલી ડુંગળી નો લીલો ભાગ ઉમેરી mix કરવુ હવે તેમાં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચીલી સોસ ઉમેરવો
- 10
હવે રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી મિક્સ કરી ગ્રેવી બનાવવી
- 11
હવે એક કટોરી માં કોર્નફ્લોર લેવો તેમાં પાણી ઉમેરી ઘોલ બનાવી ગ્રેવી માં ઉમેરવું
- 12
હવે બરાબર ઉકળવા દેવું હવે આપડી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તેમાં મંચુરિયન ઉમેરી મિક્સ કરવું
- 13
હવે આપડા વેજ મંચુરિયન તૈયાર છે તેને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes










































ટિપ્પણીઓ (3)