શક્કરીયા ચાટ (Shakkariya Chaat Recipe In Gujarati)

ફરાળમાં કંઈક નવું જોઈએ શક્કરીયાનું શાક ખાઈને કંટાળો આવ્યો એટલે આવું ચાટ નું ફોર્મ આપી દીધું. આમાં તમે ફરાળી બધી જ વસ્તુઓ ઉમેરી શકો ફરાળી ચેવડો રાજગરાની સેવ ગળી ચટણી રાજકોટની ફેમસ ગ્રીન ચટણી જે ફરાળમાં ખાઈ શકાય છે મેં અહીં તે ઉમેરી છે. દાડમના દાણા લીલી દ્રાક્ષ તમને ગમે તે ઉમેરી શકો. મારે ઘરમાં જે અવેલેબલ હતું તે મેં ઉમેર્યું. આ મસાલો જે કર્યો તે બધી જ જગ્યાએ વાપરી શકાય અહીં શક્કરિયા થોડા ગળ્યા હોય એટલે મેં ખાંડ નો પાઉડર નથી ઉમેર્યો નહિતર તમે એક 1/2 નાની ચમચી ખાંડ પાઉડર પણ ઉમેરી શકો.

રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરીયાના મોટા કટકા કરી કુકરમાં ઘી વાળો હાથ કરી પાણી ઉમેરી સહેજ મીઠું નાખી શક્કરીયાને એક સીટી મારી બાફી લ્યો
- 2
ત્યારબાદ શક્કરિયા ની છાલ કાઢી ગણપતિ એક પેનમાં સેલો ફ્રાય કરી લ્યો.
- 3
બધા જ મસાલા અને સ્વાદ પ્રમાણે મીઠું એક બાઉલમાં લઈ એક સરખું મિક્સ કરી દો આ પાઉડર ગમે તે ચાટ માં તમે યુઝ કરી શકો.
- 4
શેલો ફ્રાય કરેલા શક્કરિયા પર આ મસાલો સ્પ્રિંકલ કરી એક પ્લેટમાં શક્કરિયા ને ગોઠવી તેના ઉપર ટામેટાં કોથમીર શીંગ ચટણી બધું જ વારાફરતી મૂકી દો ઉપરથી ફરીથી સહેજ મિક્સ કરેલો પાઉડર છાંટી ચાટ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)

ટિપ્પણીઓ (2)