ટામેટાં -પનીર કેપ્સીકમ પંજાબી શાક(ટોમેટો કોરમા)

Ashlesha Vora @cook_26502355
ટામેટાં -પનીર કેપ્સીકમ પંજાબી શાક(ટોમેટો કોરમા)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં ધોઈને સમારી લો,પછી મીક્ષરમાં ૨ ટામેટાં,૨ ડુંગળી અને લસણની કળી, આદુ કટકો,લીલાં મરચાં ઉમેરો અને ગ્રેવી તૈયાર કરો, કેપ્સીકમ ને ઝીણું સમારી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ અને થોડું ઘી ઉમેરી તેમાં બધા તેજાના સ્ટાર ફૂલ,તજ, તમાલપત્ર, એલચો,સૂકા મરચાં ઉમેરો,પછી શાહજીરુ નાખી હિંગ ઉમેરો અને ગ્રેવી ઉમેરો ને સાંતળો,બધા મસાલા (મીઠું, હળદર, કાશ્મીરી મરચું પાઉડર, ધાણાજીરું)બરાબર મિક્સ થાય એટલે તેમાં સમારેલા ટામેટાં, કેપ્સીકમ ઉમેરો અને ૧૦ મીનીટ માટે થવા દો.
- 3
પછી તેમાં હોમમેડ ખમણેલું પનીર ઉમેરો અને કિચન કિંગ મસાલો ઉમેરો, જરૂર લાગે તો ૧ ચમચી મલાઈ ઉમેરો, હલાવતાં રહો,તો આ પંજાબી શાક ઇન્સ્ટન્ટ બને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815336










ટિપ્પણીઓ