ગ્રીન ભાજીપાઉઁ (Green Bhajipav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ને બાફી મેશ કરવા.
- 2
પાલક ને બ્લાન્ચ કરી ઠંડા પાણી માં નાખવી જેથી તેનો કલર જળવાઈ રહે.મિકસર જાર માં પાલક, કોથમીર, ફુદીના ના પાન, લીલું લસણ લઈ તેની પેસ્ટ રેડી કરવી.
- 3
પેન માં તેલ ગરમ કરી હીંગ નો વઘાર કરી લીલી ડુંગળી અને આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખી સાંતળવું.પછી તેમાં ટામેટા નાખી ટામેટા સોફટ થાય ત્યાં સુધી ઢાંકી ને થવા દેવું.ત્યારબાદ કેપ્સિકમ નાખી સાંતળી ને બટર નાખવું.
- 4
ત્યારબાદ મેશ કરેલા શાકભાજી નાખી મિક્સ કરી પાલક ની પેસ્ટ અને વટાણા નાખી મિક્સ કરી મીઠું, મરચું, પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી ભાજી ને 4-5 મિનિટ ધીમા તાપે થવા દેવી.
- 5
તૈયાર છે ગ્રીન ભાજીપાઉં. ભાજી ને પાઉં સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817973

















ટિપ્પણીઓ (17)