શિયાળુ પાક (Winter Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં કોપરાનું ખમણ શેકી લેવું.ત્યારબાદ વરિયાળી ને પણ શેકીને અધકચરો પીસી લેવો. બાજુમાં તે પેનમાં ઘી મૂકીને ગુંદને તળી લો. જે ઘી ગરમ છે તેમાં લોટ નાખીને શેકી લો.
- 2
ત્યારબાદ લોટ બ્રાઉન થાય પછી તેમાં કોપરાનું ખમણ અને વરિયાળી નાખીને 10 મિનિટ થવા દો. ત્યારબાદ તેમાં પાકનો મસાલો નાખીને 10 મિનિટ તેને શેકો.
- 3
10 મિનિટ શેકયા બાદ તેમાં તળેલ ગુંદ નાખીને ધીમે ધીમે હલાવો. અને પછી તેને નીચે ઉતારી લેવું.અને ઠંડુ થવા દેવું.ઠંડુ થઈ ગયા બાદ તેમાં ગોળ નાખી ને મિક્સ કરવું ગોળ તેમાં એકદમ ભળી જવા દેવો.
- 4
ગોળ એકરસ થઈ જાશે.(ગોળને આપડા સ્વાદ મુજબ નાખવો) ઘી પણ અલગ થવા લાગશે.પછી તેને એક થાળીમાં ઢાળી દેવું.ઠંડુ થઈ જાય એટલે તેને ચપ્પુ વડે કાપા પડી લેવા.
- 5
તૈયાર છે શિયાળુ પાક શિયાળા માં ગુંદ અને મસાલો કમર માટે પણ ખુબજ સારો રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821860

















ટિપ્પણીઓ