મસાલા સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છાલ ઉતારીને તેના ટુકડા કરી લો.પછી તેને એક તપેલીમાં મીઠું અને પાણી નાખીને બાફી લો.હવે બટાકાને ઠંડા થવા દો ઠંડા થઈ ગયા પછી તેને સ્મેશ કરી નાખો. હવે બધા શાકભાજીની ઝીણા ઝીણા કાપી લો અને વટાણાને બાફી લો.
- 2
હવે બાફેલા અને સ્મેશ કરેલા બટાકામાં ઉપર જણાવેલ ઝીણા કાપેલા શાકભાજી નો ઉમેરો અને તેમાં જરૂર મુજબ મીઠું મરચું અને લીંબુનો રસ નાખીને તેને બરાબર હલાવી નાખો. હવે એક બ્રેડની સ્લાઈસ ઉપર આ મિશ્રણને ચમચીની મદદથી લગાવો અને પછી તેના પર બીજી બ્રેડની સ્લાઈસને ચોંટાડી દો.
- 3
એક પેન અથવા તવા પર તેલ,ઘી અથવા બટર નાખીને ભરેલી બ્રેડને મૂકો અને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગરમાગરમ સેન્ડવીચ બનીને તૈયાર છે. હવે તેને સેન્ડવીચ ને વચ્ચેથી કાપી લો અને ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16849173











ટિપ્પણીઓ (19)