બિસ્કિટ રોલ

નોર્મલી મારા ઘર માં બેકરી આઇટમ્સ બહુ ઓછી ખવાય છે. પણ મારા ભાણીયા ને કેક્સ ન બિસ્કીટ્સ ભાવે છે. મેં એના માટે બનાવેલી આ નો બેક બિસ્કિટ રોલ. ખુબ જ સહેલાઇ થી બની જાય છે અને બહુ સમય કે વધુ પડતી સામગ્રીઓ પણ નથી જોઈતી એમાં.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ને નાના ટુકડા કરી લેવા. સાવ ભુક્કો ના કરવો કે જેથી એ પાઉડર બની જાય. હવે પિસ્તા અને કાજુ ના પણ ટુકડા કરી ને એમાં ઉમેરી દેવા. હવે એને સાઈડ પર મૂકી દેવું.
- 2
હવે એક પેન માં દળેલી ખાંડ અને કોકો પાઉડર ને મિક્સ કરી જરૂર મુજબ ૩ ૪ ચમચી જેટલું પાણી એડ કરી ને એને ગેસ પર ધીમા આંચ પર મૂકવું.
- 3
હવે એમાં એક ઉભાર આવે એટલે એમાં અમુલ બટર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું અને થોડી આવી જાડી કન્સીસ્ટન્સી લાગે એવું બેટર કરવું.
- 4
હવે એને પેલા બિસ્કિટ ના ભુક્કા માં ઉમેરી ને બરાબર હલાવી લેવું. હવે એને એક પ્લાસ્ટિક પર લઇ એને રોલ કરી ને ફ્રીઝ માં જમાવા મૂકી દેવું.
- 5
૪ ૫ કલાક પછી એ જામી ગયું હશે. હવે એને બાર કાઢી એને રોલ કેટ કરી લેવા. હવે એક બીજા પેન માં મિલ્ક ચોકલેટ ને મેલ્ટ કરી લેવી.
- 6
રોલ રેડી થઈ જાય એટલે એને 1/2 જેટલો મિલ્ક ચોકોલેટ માં ડુબાડી ને સરસ લૂક આપી શકો છો. ઉપર પિસ્તા ની કતરણ છાંટવી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ