રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈ લૂછી કોરા કરી, એક ભીંડા નાં બે કટકા કરી વચ્ચે થી કાપો પાડો.
- 2
હવે બધાં ભીંડા ને એક બાઉલમાં લો તેમાં લીંબુનો રસ મરચું હળદર ધાણાજીરું મીઠું નાખી તેલ પણ નાખી હલાવી દસ મિનિટ રાખો.
- 3
હવે એક વાટકીમાં દહીં લો તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી ફેટી લો.
- 4
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ નાખી ભીંડા નો વઘાર કરી લો.
- 5
હવે તેને ધીમા તાપે ચડવા દો, પછી ચડી જાય પછી તેમાં દહીં નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 6
દહીં નાખ્યા પછી શાક તરત જ ગેસ પરથી ઉતારી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16921212








ટિપ્પણીઓ