કેબેજ, કેરટ અને પનીર સમોસા પટ્ટી સ્ટાટર

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#par
સમોસા બધા ના જ ફેવરેટ છે. પાર્ટી માં 1 તળેલું ફરસાણ, 1 સ્ટીમ કરેલું અથવા બાફેલું અને 1 શેકેલું અથવા સોતે કરેલું ફરસાણ હોય છે. ફીંગર ફુડ જેમ કે સેન્ડવીચ અથવા પરાઠા રોલ અપ્સ પણ બહુજ પોપ્યુલર છે . પાર્ટી માં સ્ટાટર બહુ હેવી પણ ના હોવા જોઈએ કે મેઈન કોર્સ ને આપણે જસ્ટિસ ના આપી શકીએ.
એવું જ ટેસ્ટી પણ લાઈટ સ્ટાટર મેં અહીંયા મુક્યું છે જે બનાવમાં સરળ છે જ અને ટેસ્ટી પણ છે.

કેબેજ, કેરટ અને પનીર સમોસા પટ્ટી સ્ટાટર

2 કમેન્ટ્સ કરેલ છે

#par
સમોસા બધા ના જ ફેવરેટ છે. પાર્ટી માં 1 તળેલું ફરસાણ, 1 સ્ટીમ કરેલું અથવા બાફેલું અને 1 શેકેલું અથવા સોતે કરેલું ફરસાણ હોય છે. ફીંગર ફુડ જેમ કે સેન્ડવીચ અથવા પરાઠા રોલ અપ્સ પણ બહુજ પોપ્યુલર છે . પાર્ટી માં સ્ટાટર બહુ હેવી પણ ના હોવા જોઈએ કે મેઈન કોર્સ ને આપણે જસ્ટિસ ના આપી શકીએ.
એવું જ ટેસ્ટી પણ લાઈટ સ્ટાટર મેં અહીંયા મુક્યું છે જે બનાવમાં સરળ છે જ અને ટેસ્ટી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
18 પીસ બનશે
  1. 1/2કપ ખમણેલી કોબી
  2. 1/2કપ ખમણેલું ગાજર
  3. 1/2કપ ખમણેલું પનીર
  4. 1/4કપ ખમણેલું ચીઝ
  5. 1ટે સ્પૂન બટર
  6. 1ટી સ્પૂન સમારેલું લસણ
  7. 1/4કપ જીણો સમારેલો કાંદો
  8. 2ટી સ્પૂન સમારેલા લીલા મરચાં
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 9સમોસા પટ્ટી
  11. 2ટે સ્પૂન બટર (ગ્રીસ કરવા માટે)
  12. 1ટે સ્પૂન બટર સોતે કરવા માટે
  13. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક પેન માં બટર ગરમ કરી, લસણ અને લીલા મરચાં ના ટુકડા સોતે કરવા. પછી કાંદા સોતે કરવા. સાથે કોબી અને ગાજર પણ 2 મીનીટ માટે સોતે કરવા.

  2. 2

    ગેસ બંધ કરી, પનીર અને ચીઝ નાંખી મીકસ કરવું. સાઈડ પર રાખવું.

  3. 3

    1 સમોસા પટ્ટી ને ક્લીન સરફેસ પર લઈ ને, એના 2 પીસ કરવા. હવે 1 પટ્ટી ને ક્લીન સરફેસ પર લઈ ને એની ઉપર પુરણ મુકવું.કિનારી પર પાણી લગાડી ને ઉપર 2જી પટ્ટી મુકીને ચોંટાડી દેવી. આવી રીતે બધા સમોસા પટ્ટી સ્ટાટર તૈયાર કરવા.

  4. 4

    હવે પેન માં બટર મુકી, સ્ટાટર ને બંને બાજુ કડક શેકી ને સર્વ કરવા.

  5. 5

    નોંધ : આ સ્ટાટર પહેલે થી બનાવી ને કાચા - પાકા શેકી ને રાખી શકાય છે. સર્વ કરતી વખતે ઓવન માં 180 c પર 5 -7 મીનીટ ગરમ કરી સર્વ કરવા. તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને ક્રીસ્પી કેબેજ, કેરટ અને પનીર સમોસા પટ્ટી સ્ટાટર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes