હાંડવો
#Monsoon entry
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ, ચોખા ને ઘઉં - બધા ને ભેગા કરી ને ધોઈ ને ૪-૫ કલાક માટે પલાળી દો. પાણી નિતારી ને બધું જીણું વાટી લેવું. એક વાસણ માં કાઢી ને તેમાં દહીં ઉમેરી ને બરાબર હલાવી લો.એક રાત માટે આથો લાવા ઢાંકી ને મૂકી દો. તેમાં છીણેલી દૂધી, ૧ ચમચી તેલ, લીંબુ નો રસ, ખાવાનો સોડા, ખાંડ, લાલ મરચાં ની ભૂકી, હળદર, વાટેલા આદુ-મરચાં ને મીઠું ભેળવી લેવું.
- 2
વાઘરીયા માં બચેલું તેલ મૂકી તેમાં રાઈ તતડાવો. પછી તેમાં તલ, અજમો ને હિંગ નાખી ને મધ્યમ તાપે થોડી વાર સાંતળી લો. પછી વઘાર માં તૈયાર કરેલું ખીરું રેડો ને જાડો થઇ તેટલું રેડો.ઢાંકી ને ૮-૯ મિનિટ સુધી રાંધો કે સોનેરી રંગ નો થઇ જાય. એક બાજુ થઇ જાય એટલે તેને ૨ ચમચા વડે ઉંચકી ને પલટાવી દો.
- 3
ફરી ઢાંકી ને ૬-૭ મિનિટ રાંધી લેવું કે બીજી બાજુ પણ સોનેરી રંગ નો થઇ જાય. ઠંડો થાય એટલે તેના ચોરસ ટુકડા કરી લો. બીજો હાંડવો આ રીતે તૈયાર કરી લો.તરત પીરસો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ