રાંધવાની સૂચનાઓ
- 1
મોટા સાબુદાણા ને ધોઈ ને પાણી નિતારી લો. ૧/૪ કપ પાણી નાખી ને ઢાંકીને ૧ ૧/૨-૨ કલાક માટે પલાળી દો. બીજી બાજુ બટાકા ને બાફી લો. છૂંદાય તેવા બાફી લો. બટાકા ને છોલી ને છૂંદી દો. તેમાં પલાળેલા સાબુદાણા, કોથમીર, આરારોટ, અધકચરા વાટેલી સીંગ, મીઠું, ખાંડ, લીંબુ નો રસ ને વાટેલા લીલા મરચાં ઉમેરી ને બધું ભેળવી લો.
- 2
હવે તેના લીંબુ ની માપ ના ગોળા વાળી ને થોડા દબાવી દો. થોડી વાર ફ્રિજ માં મૂકી દો. તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તાપ મધ્યમ કરી તેમાં એક સાથે ૩-૪ વડા નાખો. સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો. પછી તેને કાગળ ના રૂમાલ પર કાઢો જેથી વધારા નું તેલ નીતરી જાય. મનગમતી ચટણી સાથે પરીસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145002




ટિપ્પણીઓ