ત્રણ પડ ના ઢોકળા

આ વાનગી લીલી ચટણી કે ટમેટા સોસ સાથે નાસ્તા માં / જમવા માં પીરસાય છે.
ત્રણ પડ ના ઢોકળા
આ વાનગી લીલી ચટણી કે ટમેટા સોસ સાથે નાસ્તા માં / જમવા માં પીરસાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને અડદ ની દાળ ને કોરા શેકી લો (રંગ બદલાવો ના જોઈએ). ઠંડુ થાય પછી તેને વાટી લો. તેમાં મીઠું, દહીં ને પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરી લેવું.આથો લાવા મૂકી દેવો. આથો આવ્યા પછી બધી સામગ્રી ઉમેરી ને ભેળવી લેવી.
- 2
ઢોકળા બનાવા માટે-સ્ટીમર ગરમ મુકો. તેલ ચોપડેલી થાળી માં સફેદ ખીરું રેડી ને પહેલું પડ સ્ટીમ કરો. માત્ર ૫ મિનિટ મોટા તાપે ઢાંકણું ઢાંકી ને સ્ટીમ કરી લેવા. પછી તેની ઉપર લીલી ચટણી પાથરો. ફરી ૫ મિનિટ માટે સ્ટીમ કરી લો.બીજું પડ માટે પીળું ખીરું રેડો. તેની ઉપર લાલ મરચું ને તલ ભભરાવો. ઢાંકણું ઢાંકી ને હવે ૨૫ મિનિટ માટે મધ્યમ તાપે સ્ટીમ કરવા.
- 3
વઘાર માટે - ૨ ચમચા તેલ, ૧ ચમચો રાઈ, ૧ ચમચો જીરું, ૧ ચમચો તલ ને ૧ ચમચી હિંગ. ૩ ચમચા સમારેલી કોથમીર ને ખમણેલું કોપરું.
- 4
ઢોકળા ના ટુકડા કરી ને તેની પર વઘાર રેડો. કોથમીર ને કોપરું ભભરાવો. લીલી ચટણી ને ટમેટા સોસ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ