ટ મેટા નું અથાણું

#અથાણું#જૂનસ્ટાર
આ અથાણું આંધ્રાપ્રદેશ નું પ્રખ્યાત અથાણું છે. ત્યાં લોકો ભાત અને ઢોસા સાથે આ અથાણું ખાય છે.
ટ મેટા નું અથાણું
#અથાણું#જૂનસ્ટાર
આ અથાણું આંધ્રાપ્રદેશ નું પ્રખ્યાત અથાણું છે. ત્યાં લોકો ભાત અને ઢોસા સાથે આ અથાણું ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ની લાંબી સ્લાઇસ કરી તેમાં મીઠું નાખી મિક્સ કરવું.
આખી રાત આ રીતે રાખવુ. - 2
ત્યાર બાદ સવારે ટામેટાં માંથી પાણી નિતારી તેને તડકામાં સુકાવા.
- 3
ટામેટા માંથી જે પાણી નીકળે તેમાં આમલી (સાફ કરીને)ઉમેરવી મિક્સ કરવું, આ બાઉલ ઢાંકી ને ટામેટા સાથે તડકામાં રાખવું.
- 4
2 દિવસ સુધી તડકામાં રેવા દેવું,ટામેટા ની સ્લાઇસ સુકાઈ જાય અને આમલી ઘટ્ટ લચકા જેવું થઈ જશે.
- 5
ટામેટાં અને આમલી મિક્સ કરી પીસી લેવું આ મિશ્રણનેમોટા બાઉલ માં લેવું.તેમાં લસણ ની પેસ્ટ રાઈ ના કુરિયા ઉમેરવા મિક્સ કરવું.
- 6
ત્યાર બાદ તેલ ગરમ કરવા મૂકવું તેમાં ચના દાળ,સૂકા લાલ મરચાં ઉમેરવા.ત્યાર બાદ ગેસ બંધ કરી હિંગ નાખી આ તેલ બનાવેલ ટામેટા આમલી ના મિશ્રણ માં નાખી મિક્સ કરવું.
- 7
ઠંડુ થાય એટલે મરચું પાવડર ઉમેરી મિક્સ કરવું.એરટાઈટ કંટેઈનર માં ભરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ