છાલવાળા બટાકા નું શાક (Chhal Vala Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ઘોઈ તેના ચાર કટકા કરી દેવા એક કડાઈમાં મા તેલ નાંખી તેમાં રાઈ ને જીરૂ હિંગ નાખી તેમા લાલ મરચાં લીમડાના પાન નાખી વઘાર થવા દો
- 2
ત્યારબાદ તેમાં સમારેલા બટાકા લાલમરચું હળદર ઘાણાજીરુ પાઉડર મીઠું ગરમ મસાલો નાંખીને થોડીવાર થવા દેવું હવે તેમાં પાણી નાંખીને બરાબર મિક્સ હલાવી લેવું તેમા ગોળ નાંખી ઢાકણ ઢાકી બટાકા ને થવા દેવાં
- 3
થોડી વાર પછી પાછુ ચેક કરી લેવા બટાકા થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લો ત્યારબાદ કોથમીર થી ગાનિશ કરો તો તૈયાર છે લગ્નમાં બનતુ છાલવાળા બટાકા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15945426







ટિપ્પણીઓ (6)