ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)

#BW
શિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ
ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)
#BW
શિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ફ્લાવર, બટાકા, ગાજર ને ધોઈ, છોલી ને સમારીલો, વટાણા ને કુકરમાં ચપટી મીઠું નાખીને બે વ્હીસલ વગાડી લો
- 2
હવે વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર, સમારેલા લીલાં મરચાં નાખીને શાક વઘારી લો
- 3
શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને ઢાંકણ ઢાંકી ને ચઢવા દો, નેવું ટકા ચઢી જાય એટલે તેમાં લાલ મરચું,ધાણાજીરું પાઉડર ગરમ મસાલો,અને બાફેલા વટાણા ઉમેરી દો
- 4
છેલ્લે શાક ચડી જાય એટલે તેમાં સમારીને ધોયેલું લીલું લસણ કોથમીર ચપટી ખાંડ નાખીને બે મિનિટ જેવું ચઢવા દો, આ શાક ખુબ જ સરસ લાગે છે જતા જતા શિયાળામાં લીલું લસણ ગાજર અને તાજા લીલા વટાણા વાળું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)