ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)

આ ઢોકળા રવો અને બેસનમાંથી બનાવવામાં આવે છે. તેથી ફટાફટ બની જાય છે , અને ખાવાની પણ મજા આવે છે.
#DRC
ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
આ ઢોકળા રવો અને બેસનમાંથી બનાવવામાં આવે છે. તેથી ફટાફટ બની જાય છે , અને ખાવાની પણ મજા આવે છે.
#DRC
રાંધવાની સૂચનાઓ
- 1
રવો, બેસન અને દહીં ભેગા કરીને મીક્સ કરો. તેમાં પાણી રેડેને ખીરુ તૈયાર કરો. તેમાં મીઠું અને આદુ મરચા નાંખો.લસણ,મરચુ અને મીઠું પીસીને તેમાં થોડુ પાણી રેડીને લસણની ચટણી તૈયાર કરો.
- 2
ઢોકળાના ખીરામાં ૧ ચમચી ઇનો નાંખીને બરાબર મીક્સ કરો.ઢોકળીયામાં થોડુ ખીરુ લઇને એકદમ પાતળા ઢોકળા થાય અટલુ ખીરુ પાથરીને ઢોકળા બનાવી લો. ૭,૮ મીનીટમાં જ થઇ જશે. હવે તેના પર લસણની ચટણી પાથરીને ૪,૫ મીનીટ માટે ફરીથી બાફો. ઉતારીને તેના પર ઢોકળાનુ બીજુ લેયર પાથરો. આ પણ પાતળા જ ઉતારવા. તેને બાફવા મુકો.૧૦ મીનીટમાં થઇ જશે.
- 3
હવે તેના પર કાપા પાડી લો.નાના વઘારીયામાં થોડુ તેલ ગરમ કરીને રાઇ, હીંગ, લીલા મરચા, તલ અને લીમડીનો વઘાર ઢોકળા પર એક સરખો પાથરી દો.ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)