દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવી. એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી વઘારવી પછી તેમાં ખાંડ નાખવી અને 4 મિનિટ સુધી રહેવા દેવી. તેથી તેમાં ખાંડનું પાણી બળી જાય. હવે કથરોટમાં ઘઉંનો લોટ લઇને સેમા બધા મસાલા કરવા. તેલ, લાલ મરચું, હળદર, મીઠું, અજમો, હિંગ, દુધી, દહીં ઉમેરી બધું મિક્સ કરી લેવું.
- 2
હવે લોટ ની જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધવો. લોટને દસ મિનિટ લીસ્ટ આપો.
- 3
પછી લોટના લૂઆ બનાવીને અટામણ ની મદદથી વણી લો. પછી તવા પર શેકી લો. બંને બાજુ તેલ લગાવી વારાફરતી શેકી લો.
- 4
આવી રીતે બધા થેપલા તૈયાર કરી લો. તો તૈયાર છે દૂધીના થેપલા. તેને ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279880




ટિપ્પણીઓ (2)