ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં સ્ટફિંગ માટેની બધી સામગ્રી લઈ તેને બરાબર મીક્સ કરી લો....પછી તેલવાળો હાથ કરી તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લો...
- 2
હવે પેટીસના બહારના પડ માટે... એક બાઉલ માં બાફી ને છીણેલા બટાકા લઈ તેમાં સિંધવ મીઠું અને આરાલોટ ઉમેરી બધું બરાબર મીક્સ કરી લોટ જેવું બાંધી લેવું... હવે હાથમાં તેલ લગાવી લોટમાંથી એકસરખા લુઆ બનાવી લેવા...
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો બટાકા વાળા મિશ્રણમાંથી લુઓ લઈ તેને હથેળીમાં વચ્ચેથી દબાવી ને પૂરી જેવું બનાવવું... તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી પેટીસ વાળી લેવી અને તેને આરાલોટ માં રગદોળી ને ગરમ તેલમાં ગોલ્ડન કલર ની તળી લો...આ રીતે બધી પેટીસ વાળી ને તળી લો..
- 4
તો તૈયાર છે ફરાળી પેટીસ તેને ગરમ ગરમ તળેલા મરચાં સાથે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407672



ટિપ્પણીઓ (7)