ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુણા ગલકા ધોઈને ચોરસ ટુકડામાં સમારી લો અને તેને સાઈડ પર રાખો.
- 2
એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેમાં થોડા મેથીના દાણા નાખો તે બ્રાઉન થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે લસણ નાખી થોડીવાર પછી હિંગ નાંખી ગલકા વઘારી દેવા તેમાં હળદર પાઉડર અને મીઠું નાખી 1/2 ગ્લાસ પાણી નાખી ચડવા દેવા આમ તો ગલકામાં પણ પાણીનો ભાગ હોય છે. એટલે તેમાં ચડી જાયછે.પણઆ શાક રસવાળું કરવાનું હોવાથી તેમાં થોડું પાણી ઉમેરીએ છીએ.
- 3
દસ મિનિટ પછી ગલકા એકદમ ચડી ગયા છે તેમાં મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર નાખીને બરાબર મિક્સ કરી દેવો જ્યારે જમવા બેસવું હોય ત્યારે શાકમાં સેવ ઉમેરી દેવી અને તરત જ ગરમાગરમ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15452233











ટિપ્પણીઓ (10)