ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ ગલકા
  2. ૧૦૦ ગ્રામ મીડીયમ સેવ
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. ૧/૨ ટી સ્પૂનરાઈ
  5. ૮-૧૦ દાણા આખી મેથી
  6. ૧/૨ ટી સ્પૂનહિંગ
  7. ૧ ટી સ્પૂનછુદેલુ લસણ
  8. ૧ ટી સ્પૂનહળદર પાઉડર
  9. ૧ ટેબલ સ્પૂનમરચું પાઉડર
  10. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ કુણા ગલકા ધોઈને ચોરસ ટુકડામાં સમારી લો અને તેને સાઈડ પર રાખો.

  2. 2

    એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેમાં થોડા મેથીના દાણા નાખો તે બ્રાઉન થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે લસણ નાખી થોડીવાર પછી હિંગ નાંખી ગલકા વઘારી દેવા તેમાં હળદર પાઉડર અને મીઠું નાખી 1/2 ગ્લાસ પાણી નાખી ચડવા દેવા આમ તો ગલકામાં પણ પાણીનો ભાગ હોય છે. એટલે તેમાં ચડી જાયછે.પણ‌આ શાક રસવાળું કરવાનું હોવાથી તેમાં થોડું પાણી ઉમેરીએ છીએ.

  3. 3

    દસ મિનિટ પછી ગલકા એકદમ ચડી ગયા છે તેમાં મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર નાખીને બરાબર મિક્સ કરી દેવો જ્યારે જમવા બેસવું હોય ત્યારે શાકમાં સેવ ઉમેરી દેવી અને તરત જ ગરમાગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

Similar Recipes