દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Annu. Bhatt @Anuradha_Bhatt
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળને ધોઈને 5કલાક માટે પલાળી ને પછી એને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લો..
- 2
પછી ખીરા માં જરૂર મુજબ મીઠું એડ કરી ને તેલ માં મોટી સાઇઝ માં ભજીયા તળી લેવા..
- 3
તળેલા ભજીયા એક મોટા બાઉલમાં માં પાણી માં એડ કરી લો અને એ ભજીયા થોડા લૂસ થાય પછી બે હથેળી માં વચ્ચે દબાવી ને પાણી કાઢી લો..
- 4
પછી એક ડિશ માં ગોઠવી લો..એક મોટા બાઉલમાં દહીં 500 ગ્રામ જેટલું મોરું દહીં લયિ લો દહીં માં ખાંડ અને મીઠું નાખીને એકરસ કરી ને ભજીયા ઉપર પાથરી દો.ઉપર 1ચમચી લાલ મરચું નો પાઉડર,,એક ચમચી સેકેલા જીરૂ પાઉડર.. ભભરાવી દો.,2 સ્પૂન ગોળ આંબલી ની ચટણી પણ ઉપર રેડી દેવી,, લીલાધાણા થી સજાવટ કરી ને ઠંડા ઠંડા દહીંવડા જમવાનો આનંદ લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15816126



ટિપ્પણીઓ (8)