પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)

Pankti V Sevak @panktisevak
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની ભાજી ને કટ કરી બરાબર ધોઈ લો પછી એક તપેલી માં પાલક નાખી ડૂબે એટલું પાણી ઉમેરી બાફી લો
- 2
પાલક બફાઈ જાય એટલે એક ગ્લાસ જેટલું પાણી રાખી બીજું કાઢી નાખો પછી બ્લેન્ડર ફેરવી ગ્રેવી બનાઈ દો
- 3
પછી એક મોટા તાસ માં લોટ લો તેમાં તેલ નું મ્હોન નાખો. પછી મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, અજમો નાખો પછી પાલક ની ગ્રેવી નાખો અને લોટ બાંધી લો પાણી જરૂર લાગે તો જ નાખો.
- 4
લોટ ને 10 મિનિટ ઢાંકી ને રેવા દો
- 5
પછી નાની નાની પૂરીઓ બનાવી ને તળી લો
- 6
નાના બાળકો ને આવી રીતે પાલક નો ઉપયોગ કરી ને પૂરી બનાવી ને આપવાથી કઈક અલગ લાગશે અને ભાવશે પણ ખરું ને બાળક હોંશે હોંશે ખાશે. મારા તથ્ય ને તો બઉ જ ભાવે એ તો મુરબ્બા સાથે ખાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829848



ટિપ્પણીઓ (4)