ભરવા મિર્ચી પકોડા (Stuffed Chilli Pakoda Recipe in Gujarati) (Jain)

#winterkitchenchallenge
#Week1
#bharela_maracha_na_bhajiya
#મરચાં
#bhajiya
#pakoda
#CookpadIndia
#COOKPADGUJRATI
શિયાળામાં જુદા જુદા પ્રકારના મરચાં પાક સારો થતો હોય છે જેમકે વઢવાણી મરચા, ભોલર મરચા, ગોંડલ મરચા, દેશી મરચા, કેપ્સિકમ વગેરે..
શિયાળાને ઠંડીમાં મસાલેદાર અને ગરમા ગરમ વસ્તુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આથી, શિયાળામાં તાજા મરચાં ના પકોડા ખાવા ની મજા પડી જાય છે. કાચા કેળા નું વઘાર વાળું સ્ટફિંગ તૈયાર કરેલ છે. સાથે ઝીણી સેવ પણ સ્ટફિંગ ઉમેરી છે. આ ભજન અમારા ઘરમાં સૌને ખૂબ જ પ્રિય છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તેને આમલી ખજૂર ની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરે છે.
જુદા જુદા પ્રકારના મરચાને જુદા જુદા પ્રકારના સ્ટફિંગ ઉમેરીને ભજન તૈયાર કરી શકાય છે દરેક પ્રદેશમાં મળતા ભજીયા અલગ-અલગ પ્રકારના હોય છે. જેસલમેર નાં મુખ્ય બજાર ચોકમાં આ પ્રકારના ભજીયા મળતા હોય છે.
ભરવા મિર્ચી પકોડા (Stuffed Chilli Pakoda Recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge
#Week1
#bharela_maracha_na_bhajiya
#મરચાં
#bhajiya
#pakoda
#CookpadIndia
#COOKPADGUJRATI
શિયાળામાં જુદા જુદા પ્રકારના મરચાં પાક સારો થતો હોય છે જેમકે વઢવાણી મરચા, ભોલર મરચા, ગોંડલ મરચા, દેશી મરચા, કેપ્સિકમ વગેરે..
શિયાળાને ઠંડીમાં મસાલેદાર અને ગરમા ગરમ વસ્તુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આથી, શિયાળામાં તાજા મરચાં ના પકોડા ખાવા ની મજા પડી જાય છે. કાચા કેળા નું વઘાર વાળું સ્ટફિંગ તૈયાર કરેલ છે. સાથે ઝીણી સેવ પણ સ્ટફિંગ ઉમેરી છે. આ ભજન અમારા ઘરમાં સૌને ખૂબ જ પ્રિય છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તેને આમલી ખજૂર ની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરે છે.
જુદા જુદા પ્રકારના મરચાને જુદા જુદા પ્રકારના સ્ટફિંગ ઉમેરીને ભજન તૈયાર કરી શકાય છે દરેક પ્રદેશમાં મળતા ભજીયા અલગ-અલગ પ્રકારના હોય છે. જેસલમેર નાં મુખ્ય બજાર ચોકમાં આ પ્રકારના ભજીયા મળતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં હિંગ હળદર મીઠું અને લાલ મરચું ઉમેરી પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો.
- 2
આખા ધાણા, મરી અને વરિયાળી ને અધકચરા ક્રશ કરી લો. એક વગેરેમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે તેમાં હિંગ, ઝીણા સમારેલા મીઠા લીમડાનાં પાન, ધાણા-વરિયાળી- મરી નો ભુક્કો, હળદર મરચું પાવડર ઉમેરી ગેસ બંધ કરી દો.
- 3
કાચા કેળા ને બાફીને તેની છાલ કાઢી તેને છીણી લેવા પછી તેમાં મીઠું, ખાંડ આમચુર પાવડર અને ગરમ મસાલો ઉમેરી લો. તૈયાર કરેલ વઘાર અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
મરચાને ધોઈને કોરા કર્યા પછી તેમાં ઉભો કાપો કરી વચ્ચેથી તેનાં બીયા કાઢી લેવા. હવે તેમાં તૈયાર કરેલ કાચા કેળાનું સ્ટફિંગ દબાવીને ભરી લો. પછી તેના ઉપર ઝીણી સેવ દબાવી દો.
- 5
પકોડા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ચણાના લોટના ખીરામાં ખાવાનો સોડા ઉમેરી એક ચમચી ગરમ તેલ ઉમેરો. ભરેલા મરચા ને ચણા નાં લોટ નાં ખીરામાં બોળીને મધ્યમ તાપે તળી લો.
- 6
તો તૈયાર છે ગરમાગરમ ભરવા મિર્ચી પકોડા સર્વ કરવા માટે.
- 7
અહીં મિર્ચી પકોડા ની ચટણી સાથે સર્વ કરેલ છે.
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
લાલ મરચાનો છુંદો (Red chilli Chhundo recipe in Gujarati)(Jain)
#FFC1#week1#visarayeli_vanagi#Red_chilli#chhundo#winterspecial#sidedish#CookpadIndia#COOKPADGUJRATI સૌરાષ્ટ્ર અને ગીર તરફના નાના ગામડાઓમાં શિયાળાની ઋતુ દરમિયાન મળતા મરચાંથી આ છુંદો તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે આ વાનગી વિસરાઈ રહી છે. મેં ઘણા સમય પહેલા ગિર નાં જંગલોમાં આવેલા આંબાવાડિયા માં આ છુંદો રોટલા સાથે ખાધો હતો. મને તે પસંદ પડ્યો અને ત્યાં તેની રીત મેં પૂછી હતી. તે પ્રમાણે બનાવ્યો છે. જ્યારે શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોય કે ના મળે ત્યારે ગામડાઓમાં રોટલો, ભાખરી વગેરે સાથે તેઓ આ છુંદો ખાઈ લેતા હોય છે. શિયાળામાં તાજા લાલ જાડા મરચા સરસ મળે છે ત્યારે આ છૂંદો બનાવી ને રાખીએ તો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. આ છુંદો ભાખરી, થેપલા, પરાઠા, પુડલા વગેરે જોડે સરસ લાગે છે. આ છુંદો તડકાનો છૂંદો હોવાથી લાંબા સમય સુધી સરસ છે. Shweta Shah -
મિર્ચી પકોડા (MIRCHI PAKODA RECIPE IN GUJARATI) (JAIN)
#MFF#રાજસ્થાની#MIRCHIVADA#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
ચીલની ડબકા કઢી (chil Dapaka kadhhi recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#dapakakadhhi#chil_ni_bhaji#kadhhi#winterspecial#fresh_leaves#CookpadIndia#COOKPADGUJRATI ચીલ ની ભાજી ઘઉંની સાથે સાથે જ ઊગી જાય છે. આથી આ ભાજી આખા વર્ષ દરમિયાન મોટાભાગે શિયાળામાં જ બે મહિના માટે મળતી હોય છે. આ ભાજી ગુજરાતમાં તથા મહારાષ્ટ્રમાં ચીલની ભાજી તરીકે ઓળખાય છે. તથા રાજસ્થાન અને પંજાબમાં બાથુઆ ની ભાજી તરીકે ઓળખાય છે. આ ભાજીનો ઉપયોગ કરીને મેં ડપકા કઢી તૈયાર કરેલ છે. જે રોટલા કે ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
કડી પત્તા પકોડા (kadi patta Pakoda recipe in Gujarati) (Jain)
#curryleaves#pakoda#CookpadIndia#COOKPADGUJRATI મીઠો લીમડો સામાન્ય રીતે વગર માં વપરાતો હોય છે તે પેટના રોગો માટે ખૂબ જ ગુણકારી છે તેનો ઉપયોગ કરીને ક્રિસ્પી ભજીયા તૈયાર કરેલા છે. Shweta Shah -
સ્ટફ્ડ કોર્ન બનાના કોફતા કરી (Stuffed Corn Banana kofta Curry recipe in Gujarati)(Jain)
#TT1#kachakela_nu_Shak#stuffed#Banana#CORN#PANEER#kofta#Panjabi#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી જુદા જુદા પ્રકારે શાક બનાવતા હોઈએ છીએ. પરંતુ બાળકોને તો કંઈક વેરાઈટી જોઈતી હોય છે. આ ઉપરાંત પ્રસંગોપત અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે થોડીક અલગ સ્ટાઇલ થી શાક બનાવીએ તો જોવામાં અને ખાવામાં બંનેમાં મજા આવે છે. કાચા કેળા નો ઉપયોગ કરીને તેમાં પનીર નું સ્ટફિંગ કરીને કોફતા તૈયાર કર્યા છે. તેની સાથે પરાઠા, ગુલાબ જાંબુ અને પુલાવ કરેલ છે આ શબ્દ જે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
ડબલ તડકા બાજરાની ખીચડી (Double Tadka Bajra khichdi recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge#week1#Bajarakhichadi#bajara#khichadi#rajsthani#masaledar#spicy#dinner#cookpadindia#COOKPADGUJRATI જુદા જુદા પ્રદેશોમાં ઉગતા ધાન્ય પ્રમાણે જુદા જુદા પ્રકારની ખીચડી બનતી હોય છે એ જ રીતે રાજસ્થાનમાં બાજરી, મકાઈ નું ઉત્પાદન વધારે થાય છે. આથી ત્યાં પરંપરાગત રીતે બાજરાની ખીચડી બનતી હોય છે. આ ખીચડી સામાન્ય રીતે મગની દાળ સાથે બનાવવામાં આવે છે. અને તેમાં તમે મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો. રાજસ્થાન મેચ હતી તેની સાથે શાક અને છાશ કરેલા હતા મેહી ડબલ તડકા વાળી બાજરાની ખીચડી બંને પ્રકારની મગની દાળ સાથે તૈયાર કરેલ છે તથા તેમાં ખૂબ બધા શાકભાજી ઉમેર્યા છે. તેની સાથે રાજસ્થાની રોટી, ધાબા સ્ટાઈલ પાલક-ટામેટો સબ્જી, આથેલા મરચાં, વઘારેલી છાશ અને પાપડ સર્વ કરેલ છે. Shweta Shah -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
મઠ ની દાળ નું ઓસામણ (Math dal Osaman recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#Osaman#mathdal#dinner#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI મઠ એ વિશિષ્ટ મીઠાશ ધરાવતું કઠોળ છે. શિયાળામાં મઠ ના લોટ ના ખાખરા વધુ બનતા હોય છે. આ ઉપરાંત ફણગાવેલા મઠ, મઠનું શાક વગેરેમાં તેનો ઉપયોગ થતો હોય છે. મઠ માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે લોહી નાં શુદ્ધિકરણ માં અને કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. મેં અહીં મઠની દાળ માંથી ઓસામણ તૈયાર કરેલ છે, જે ઘી થી વઘારવા માં આવે છે અને તેમાં ખટાશ મીઠાશ પણ સારા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. સાથે ટોપરું પણ ઉમેરવા માં આવે છે. આ વાનગી ને મઠની દાળ નું છુટ્ટુ એવું પણ કહેવામાં આવે છે. Shweta Shah -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
#winterkitchenchallange2#week2#winterspecial#MatarPaneer#CookpadIndia#COOKPADGUJRATI#peas#Paneer#Panjabi#Sabji#Dinner મટર પનીર ની આ સબ્જી એ પ્રખ્યાત પંજાબ ની સબ્જી છે. જે કોઈપણ ધાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવતી હોય છે. આ સબ્જી ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. શિયાળામાં તાજા લીલા વટાણા મળતા હોય ત્યારે આ સબ્જી બનાવીને ખાવામાં ખૂબ જ મજા આવે છે. આ સબ્જી, રોટી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે તે રાઈસ સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
મગની ફોતરાવાળીદાળ ની ખીચડી ફજેતા કઢી (Spilt moongdal khichadi & fajeta kadhi recipe in Gujarati)
#TT1#kadhikhichdi#Jain#sliptmoongdal#mango#cookpadindia#COOKPADGUJRATI મગની ફોતરાવાળી દાળ અને ચોખા માંથી બનતી વઘાર કર્યા વગરની આ ખીચડી પચવામાં એકદમ હલકી હોય છે. નાના બાળકો તથા વૃદ્ધો માટે પણ ફાયદાકારક હોય છે. આ ખીચડી સાથે મેં કેરી માંથી તૈયાર કરવામાં આવતી ફજેતા કઢી તૈયાર કરેલ છે. સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અમારા ઘરમાં જ્યારે પણ ખીચડી બનાવવાની હોય ત્યારે આજ કોમ્બિનેશનથી ખીચડી-કઢી બનતા હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. કેરી માંથી બનતી ફજેતા કડી ખાવામાં ખાટી-મીઠી અને તીખી હોય છે. અહીં મેં તેને બિસ્કીટ ભાખરી, ગલકા નુ શાક, કાચી કેરી ની ચટણી, આથેલા મરચા અને પાપડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
#CB1#week1#pauva#જૈન#breakfast#CookpadIndia#COOKPADGUJRATI નાસ્તામાં પૌવા તો લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે પરંતુ આ જવાને કોઈ અલગ રીતે બનાવીને સર્વ કરવામાં આવે તો બધાને ખાવાની મજા આવી જાય છે મેહી સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત એવા રગડા પૌંઆ બનાવ્યા છે જેમાં કઠોળના વટાણાનો તરીવાળો રગડો તૈયાર કરેલ છે. વઘારેલા પૌવા સાથે નમકીન, તરીવાળો રગડો, દાડમના દાણા, ટામેટા વગેરે સર્વ કરેલ છે આ એકદમ હેલ્ધી નાસ્તો છે અને આ નાસ્તો કર્યા પછી ઘણા કલાકો સુધી ભૂખ લાગતી નથી. Roadside ની લારી ઉપર પણ આવા નાસ્તા માટે લાઈનો લાગતી જોવા મળે છે ઓછા પૈસામાં સારો પૌષ્ટિક નાસ્તો મળી રહે અને લાંબા સમય સુધી હું પણ ન લાગે તે બધી જ રીતે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
કેળાં મકાઈ નાં રોલ (Banana Corn Roll recipe in Gujarati) (Jain)
#Ff2#Jain#fried#Banana#CORN#Roll#farasan#statar#snacks#CookpadIndia#COOKPADGUJRATI અહીં મેં કાચા કેળા અને મકાઈ નો ઉપયોગ કરીને રોલ તૈયાર કરે છે. જે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે અથવા તો પંજાબી વાનગીઓ સાથે સૂપ સાથે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. સ્ટાર્ટર તરીકે સર્વ કરવા હોય તો તેને સાઇઝમાં થોડા નાના તૈયાર કરવા અને તેમાં ટૂથ પીક લગાવી ને તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો અહીંયા જૈન વાનગી બનાવી છે. એની સાથે ટોમેટો કેચપ અને જલજીરા સર્વ કરેલ છે. Shweta Shah -
તુવેરદાળ ખીચડી - આચરી કઢી (Tuverdal khichadi-Aachari kadhhi recipe in Gujarati) (Jain)
#TT1#kadhikhichadi#aachari#Tuverdal#CookpadIndia#COOKPADGUJRATI#paryushan#nogreenry સૌથી સંતોષકારક આહાર એટલે ખીચડી અને કઢી. ગમે ત્યારે તેના માટે આપણે તૈયાર જ હોઈએ છીએ. ઓછા સમયમાં બની જતી આ વાનગી છે અને ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. અહીં મેં તુવેરની દાળ અને ચોખા નો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી છે એની સાથે આચાર મસાલા નો ઉપયોગ કરીને આચારી કઢી તૈયાર કરેલ છે. ની સાથે મગના પાપડ નું શાક કરેલ છે. Shweta Shah -
રસમ ચટણી (Rasam Chutney recipe in Gujarati)(Jain)
#ST#south_Indian#Rasam_Chutney#Rasam#Chutney#CookpadIndia#COOKPADGUJRATI રસમ ચટણી વિશિષ્ટ સ્વાદ ધરાવતી ચટણી છે. જે ખડા મસાલા સાથે રસમ પાવડર બનાવીને તૈયાર કરવામાં આવે છે. જે સ્વાદમાં ખટાશ અને તીખાશ વાળી ચટપટી હોય છે. આ ચટણી હોય તો સાંભર અથવા તો રસમ બનાવવાની જરૂર પડતી નથી. આ ચટણી ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે. આ ચટણી સાથે ઢોંસા, અપ્પમ, મેંદુ વડા, ઈડલી વગેરે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
#FFC6#week6#Samosa_chat#Chat#Chhole#kabulichana#kacha_kela#vatana#CookpadIndia#COOKPADGUJRATI ભારતે વિવિધતામાં એકતા વાળો છે. જ્યાં જુદા જુદા પ્રાંતમાં જુદી-જુદી વાનગીઓ બનતી હોય છે. અને આ વાનગી ઓ નો બીજા પ્રાંતોમાં સરળતાથી સ્વીકાર થતો હોય છે. આવી જ ઉત્તર ભારતની એક વાનગી સમોસા વિથ છોલે ચાટ મોટાભાગના દરેક રાજ્યમાં ચાટ ના મેનુમાં સ્થાન પામેલ છે. કોઈ પણ પ્રકારની ચાટ એકદમ ચટાકેદાર વાનગી હોય છે. તેમાં વિવિધ પ્રકારની ચટણી, જુદા જુદા નમકીન, સલાડ અને ચાટ મસાલો ઉમેરી એકદમ ચપટી બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે એક ડીશ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે અને જલ્દી થી ભૂખ લાગતી નથી. Shweta Shah -
કોવાક્કા કરી (Kovakka/Ivy gourd Curry Recipe in Gujarati) (Jain)
#SVC#Tindora#SouthIndian#sabji#lunch#cookpadindia#cookpadgujrati ટીંડોળા નું શાક છે અને દરેક રાજ્યમાં જુદા જુદા પ્રકારે તે બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ટોપરાની છીણ તથા મરી સાથે ગ્રેવી તૈયાર કરી ને આ શાક બનાવવા માં આવે છે. આ શાક લચકા પડતું તૈયાર થાય છે. Shweta Shah -
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
ચીઝી પંજાબી કારેલા કરી (Cheesy Panjabi Bitter gourd Curry Recipe in Gujarati)(Jain)
#SRJ#bharelakarela#panjabi_sabji#stuffed#bitter_gourd#cheese#paneer#sabji#lunch#dinner#kids_special#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારું પોતાનું creation છે. બાળકોને કારેલા પસંદ પડતા નથી પરંતુ કારેલા માં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા છે અને તે શરીરને ખૂબ જ ઉપયોગી છે આથી તેને જુદા જુદા સ્વરૂપે તૈયાર કરીને બાળકોને ખવડાવવા જોઈએ. મે અહી ચીઝ અને પનીરનો ઉપયોગ કરી ને કારેલાનું શાક તૈયાર કરેલ છે, જે પંજાબી ગ્રેવી સાથે તૈયાર કરેલ છે. જેથી બાળકો તે ખાઈ લે. Shweta Shah -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
પાપડિયું ચવાણું (Papadiyu Chavanu Recipe in Gujarati)
#CB3#WEEK3#DFT#DIWALIFESTIVALTREAT#chhappan_bhog#Jain#CHAVANU#NAMKEEN#DRYSNACK#COOKPADINDIA#COOKPADGUJRATI જુદા જુદા પ્રકારના નમકીન ને ભેગા કરીને તેમાંથી ચવાણું તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા કોમ્બિનેશનથી અલગ અલગ પ્રકારનું ચવાણું તૈયાર કરી શકાય છે. તેમાં ખાટું મીઠું ચવાણું, તીખું ચવાણું, નવરત્ન ચવાણું, પાપડ ચવાણું વગેરે અલગ અલગ પ્રકારના ચવાણા તૈયાર થતા હોય છે. મેં ગુજરાતના પ્રાચીન બંદર ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણું તૈયાર કરેલ છે. આ જવાનો ખૂબ જ ઓછા સમય સામગ્રીથી તૈયાર થઈ જાય છે. જ્યારે કોઈ ચટપટો કોરો નાસ્તો બનાવો હોય અને ઓછા સમયમાં તૈયાર કરવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. આ ચવાણું સ્વાદમાં ખાટું મીઠું અને તીખું હોય છે. Shweta Shah -
પૂના મિસળ (Puna Misal recipe in Gujarati)(Jain)
#TT1#Punamisal#Jain#chatakedar#spicy#CookpadIndia#COOKPADGUJRATI પૂના મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે મગ મઠ ને વઘારી ને બનાવવા માં આવે છે અને તેમાં વઘારેલા પૌંઆ અને ખાસ પ્રકાર ની તીખી તરી ઉમેરવા માં આવે છે. આ સિવાય તેમાં નમિકન, દહીં, ચટણી, સેવ, ટામેટાં વગેરે ઉમેરવા માં આવે છે. એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી આ વાનગી દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાની મજા આવે છે. Shweta Shah -
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (8)