લીલવા ના પરોઠા (Lilva Paratha Recipe In Gujarati)

Pankti V Sevak @panktisevak
લીલવા ના પરોઠા (Lilva Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટો વાટકો લોટ લઈ રોટલી જેવો લોટ બાંધી લો
- 2
તુવેર ને મિક્સર મા ક્રશ કરી લો. સાવ ક્રશ નથી કરવાની થોડી અધકચરી રાખવાની
- 3
તુવેર ક્રશ કરતી વખતે તેમાં મોટો ટુકડો આદુ અને 3 મરચા નાખી દેવા
- 4
એક પેન મા વઘાર મૂકો તેમાં હિંગ લીમડો નાખી ક્રશ કરેલી તુવેર નાખી પછી તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, લસણ, ખાંડ અને લીંબુ નાખી ને બરાબર હલાવી લો. છેલ્લે કોથમીર નાખો
- 5
રોટલી ના લોટ માંથી એક લુવું લો તેને થોડું વની લો વચ્ચે એક ચમચી પુરાણ ભરો પછી વાળી લો અને અટામણ લઈ પાતળું વણી લો
- 6
તવી પર બંને બાજુ થોડું તેલ મૂકી ને શેકી લો
- 7
તૈયાર છે સ્વાદિષ્ટ પરોઠા ચટણી ને કેચ અપ સાથે સર્વ કરો
- 8
મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે વધ ઘટ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15865350









ટિપ્પણીઓ (2)