રવા વેજ અપ્પમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ ગરમ કરી તેમાં અડદ નીદાળ, રાઇ, હીંગ, મીઠા લીમડા ના પાન નો વઘાર કરવો તેમા આદુમરચાં વાટેલા ઉમેરી લો.. હવે તેમાં સમારેલી ડુંગળી, કોબીજ ખમણેલું અને ગાજર ખમણેલું ઉમેરી ને મીઠું નાંખી ને સાંતળી લો. હવે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- 2
હવે એક બાઉલ માં રવો અને દહીં મિક્સ કરો તેમા જરૂર મુજબ થોડુ પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરીને 20 થી 30 મિનિટ સાઈડ માં ઢાંકીને મૂકી રાખો.
- 3
હવે રવા નાં બેટર માં સાંતળેલા વેજ. અને હળદર, લાલ મરચું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને મિક્સ કરી લો અને તેમાં ઇનો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે ગેસ ચાલુ કરીને અપ્પમ બનાવવા નાં સ્ટેન્ડ ને ગરમ કરી લો અને તેલ થી ગ્રીસ કરીને તેમાં જે બેટર બનાવ્યું છે એ ઉમેરી ને ઢાંકી દો. એક સાઈડ થઈ જાય એટલે એને પલટાવી ને બીજી સાઈડ શેકાવવા દો. બંને સાઈડ થઈ જાય એટલે આ રીતે બીજા અપ્પમ બનવી લો અને ગેસ બંધ કરી લો.
- 5
તૈયાર છે રવા નાં વેજ અપ્પમ.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (8)