બાઓ બન (Bao Bun Recipe In Gujarati)

બાવો બન એક સ્ટીમ કરેલા બન નો પ્રકાર છે જે અલગ અલગ આકારના બનાવી શકાય છે. આ બનમાં અલગ અલગ પ્રકારનું સ્વીટ કે સેવરી ફીલિંગ ભરી શકાય છે. અલગ અલગ પ્રકારના શાકભાજીનું ફીલિંગ ભરીને બાવો બનાવી શકાય અથવા તો બાવો બન ને ખાલી બટર સાથે પ્લેન પણ પીરસી શકાય.
બાઓ બન (Bao Bun Recipe In Gujarati)
બાવો બન એક સ્ટીમ કરેલા બન નો પ્રકાર છે જે અલગ અલગ આકારના બનાવી શકાય છે. આ બનમાં અલગ અલગ પ્રકારનું સ્વીટ કે સેવરી ફીલિંગ ભરી શકાય છે. અલગ અલગ પ્રકારના શાકભાજીનું ફીલિંગ ભરીને બાવો બનાવી શકાય અથવા તો બાવો બન ને ખાલી બટર સાથે પ્લેન પણ પીરસી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં હુંફાળું પાણી, હૂંફાળું દૂધ, યીસ્ટ, ખાંડ અને તેલ ભેગા કરી લેવા. હવે તેને પાંચ થી દસ મિનિટ માટે રહેવા દેવું.
- 2
એક મોટા વાસણમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું અને બેકિંગ પાઉડર ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે તેમાં યીસ્ટ નું મિશ્રણ ઉમેરીને લોટ બાંધી લેવો. લોટને લગભગ ૮ થી ૧૦ મિનિટ માટે મસળવો જેથી કરીને એકદમ મુલાયમ અને ઇલાસ્ટિક બની જાય. હવે લોટને ઢાંકીને બે કલાક માટે હુંફાળી જગ્યા પર રહેવા દેવો.
- 3
બે કલાક પછી લોટ ફૂલીને લગભગ સાઈઝમાં ડબલ થઈ જશે. હવે લોટને એક વર્ક ટોપ પર લઈને થોડા સૂકા લોટની મદદથી એક મોટું ગોળાકારમાં વણી લેવું. હવે તેના પર થોડું તેલ લગાવી લેવું.
- 4
સ્ટીલ ના ગ્લાસ અથવા તો કૂકી કટર વડે નાના ગોળાકાર કાપી લેવા. બાકીનો લોટ લઈ એને ફરીથી વણી ને એના પર તેલ લગાડીને પાછા એમાંથી નાના ગોળાકાર બનાવી લેવા. આ રીતે લગભગ 14 થી 16 ગોળાકાર બનશે. લોટ પર તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને સ્ટીમ થયા પછી બન બંને બાજુ ચોંટી ના જાય. હવે દરેક ગોળાકારને અલગ અલગ બેકિંગ પેપર પર મૂકી એને અર્ધ ચંદ્રાકાર માં વાળી લેવા. હવે તેને હાથથી અથવા તો વેલણથી એકદમ હલકા હાથે દબાવી લેવા. ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ કરવા દેવું.
- 5
એક સ્ટીમરમાં પાણી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા બન્સ સ્ટીમ કરવા મુકવા અને લગભગ 8 થી 10 મિનિટ માટે મીડીયમ હિટ પર સ્ટીમ કરવા. ગેસ બંધ કરીને ત્રણ થી ચાર મિનિટ સુધી એમને એમ રહેવા દેવા ત્યારબાદ ઢાંકણ ખોલવું. ઢાંકણ ને કોઈપણ કોટનના કપડાં વડે બાંધવું જેથી કરીને વરાળ ના ટીપાં બન ઉપર પડે નહીં. સ્ટીમર ના સાઈઝ પ્રમાણે એક સમયે થોડા થોડા બન સ્ટીમ કરવા. આ રીતે બધા બન સ્ટીમ કરી લેવા.
- 6
હવે બન ને સ્ટીમર માંથી કાઢી લઈને બેકિંગ પેપર કાઢી લેવું અને વાયર રેક પર મૂકી દેવા. આ રીતે બધા બન રેક પર લઈ લેવા.
- 7
મશરૂમનું ફીલિંગ બનાવવા માટે એક પેનમાં તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં કાંદા ઉમેરવા. બે મિનિટ માટે સાંતળીને એમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે પકાવવું. હવે તેમાં બારીક સમારેલા કેપ્સીકમ ઉમેરીને બીજી એક મિનિટ માટે પકાવવું. હવે તેમાં મશરૂમ, મીઠું, મરી, સોયા સૉસ અને ચીલી સૉસ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 8
મશરૂમમાંથી છૂટેલું બધું પાણી ઉડી જાય ત્યાં સુધી પકાવવું. હવે તેમાં બારીક સમારેલા લીલા ધાણા અથવા તો લીલી ડુંગળી ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 9
હવે તૈયાર કરેલા બન ને ખોલીને એની અંદર તૈયાર કરેલું મશરૂમનું ફીલિંગ ઉમેરવું. બાઓ બનમાં પસંદગી પ્રમાણેનું કોઈપણ પ્રકારનું વેજીટેરિયન કે નોન વેજીટેરિયન ફીલિંગ ભરી શકાય છે.આ બન ને પ્લેન બટર સાથે પણ પીરસી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે. spicequeen -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
-
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
-
હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
#jumbobun#bun1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે.કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. Palak Sheth -
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
જમ્બો મસ્કા બન (Jumbo Maska Bun Recipe In Gujarati)
હોમ મેડ મસ્કા બન શુદ્ધ અને ટેસ્ટ માં પણ એટલુજ ટેસ્ટી હોય છે. Rekha Vora -
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
પાઉભાજી ના બન (Pav Bhaji Bun Recipe In Gujarati)
ધરના સભ્યો માટે બનાવેલ આ બન મને શોખ હોવાથી કડાઈમાં બનાવી શકાય છે ઓવન વગર Jigna buch -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
ફલાફલ (Falafel recipe in Gujarati)
ફલાફલ મીડલ ઈસ્ટર્ન ફૂડ ની વાનગી છે જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. આ એક પ્રકારના તળેલા પકોડા છે જે પિટા બ્રેડમાં ફીલિંગ તરીકે વાપરી ને પિટા પોકેટ માં સર્વ કરવામાં આવે છે. ફલાફલ બોલ્સ સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના સેલેડ, પિકલ્ડ વેજીટેબલ, સૉસીસ, હમસ, તઝીકી, બાબાગનુશ વગેરે સાથે પીરસવામાં આવે છે. ફલાફલ મીડલ ઈસ્ટર્ન પ્લેટર નો એક મહત્વનો હિસ્સો છે.#TT3#cookpadindia#cookpad_gu spicequeen -
રાઈસ પેપર રોલ્સ (Rice paper rolls recipe in Gujarati)
રાઈસ પેપર રોલ્સ વીએટનામીઝ ડીશ નો પ્રકાર છે જે સેલેડ રોલ, સમર રોલ કે ફ્રેશ સ્પ્રિંગ રોલ તરીકે પણ જાણીતી છે. આ ડીશ નોનવેજ કે વેજીટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય. આ એક ખૂબ જ હેલ્ધી અને રિફ્રેશિંગ ડીશ છે જે પીનટ બટર ડિપિંગ સૉસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ChoosetoCook#cookpadindia#cookpad_gu spicequeen -
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ સ્પાયરલ બન
આ ઈંડા વગર ના છે. એક અલગ જ પ્રકાર ના ચોકલેટ ના બન છે.જેનો આકાર જોઈને બાળકોને ખાવાની મજા આવશે.#foodie Ankita Chaudhary -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen
More Recipes
ટિપ્પણીઓ (13)