બેક્ડ રસગુલ્લા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીન ના રસગુલ્લા ને ચાસણીમાથી કાઢી સાદા પાણીમા લઈ ગરમ કરવા,પાણીનો એક ઉભરો અને રસગુલ્લા સોફટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડા થવા દેવા.
- 2
હવે એક વાડકા ને ઘી ચોપડી એમા દૂધને ગરમ કરવા મૂકવુ, દૂધ ઉકળીને અડધુ બળી જાય એટલે એમા ખાંડ ઉમેરી હજી થોડુ બાળી રબડી તૈયાર કરવી, પછી તેમા ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરવુ.
- 3
હવે બધા રસ ગુસ્સાને પાણીમાથી કાઢી નિચોવીને એક કેક ટીનમા ગોઠવ્વા અને તેના પર તૈયાર કરેલી રબડીથી રસગુલ્લા ને ઢાંકી દેવા,
- 4
હવે પ્રી-હીટ કરેલા માઈક્રોવેવ ને કનવેનશન મોડ પર રાખી ૧૮૦° પર ૨૦ - ૨૫ મિનિટ માટે બેક્ડ કરવુ, બેક્ડ થાય એટલે ઉપરનુ લેયર ગોલ્ડન બ્રાઉન થશે. તૈયાર છે બેક્ડ રસગુલ્લા તેને ઉપરથી બદામ - પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરી ઠંડુ કરી સર્વ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16432418




ટિપ્પણીઓ