ઇડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડીના ચોખા તથા અડદની દાળને મિક્સ કરી પલાડી નાખવા છ કલાક બાદ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી ફરીથી છ કલાક રહેવા દેવું ત્યારબાદ તે બેટરમાં મીઠું તથા સોડા નાખી એટલે ની ટ્રે માં તેલ લગાડી એક કડાઈમાં થોડું પાણી નાખી ત્યારબાદ ઉપર ઈડલી ની ટ્રે રાખવી તેલ લગાડેલ ટ્રેમાં ખીરું નાખી ઉપર ઢાંકણું ઢાંકી દસ મિનિટ સુધી કેસ ઉપર રાખો
- 2
દસ મિનિટ બાદ તૈયાર છે ઈડલી સાંભાર માટે તુવેર દાળ દૂધી રીંગણ બાફી લેવા ડુંગળી ટામેટાં મરચા ઝીણા સમારી લેવા
- 3
એક કડાઈમાં તેલ ગરમ મૂકી રાઈ-જીરું તથા સૂકા ગરમ મસાલા વડે વઘાર કરી તેનામાં ડુંગળી ટામેટાં મરચા નો વઘાર કરી થોડીવાર શેકવા શેકાઈ ગયા બાદ તેનામાં દાળ નાખી બાફેલા શાક ઉમેરી દેવા ત્યારબાદ તેમાં મીઠું હળદર મરચું પાઉડર તથા સંભાર નો ગરમ મસાલો ઉમેરી દેવો થોડી આંબલી નાખવી સ્વાદ મુજબ 10 થી 15 મિનિટ ઉકળવા દેવી દાળને
- 4
તો તૈયાર છે ઇડલી સાંભાર સર્વ કરી મજા માણો
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ