રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)

ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઇ તેની અંદર બટર અને દળેલી ખાંડને મિક્સ કરવાની છે આ મિશ્રણ બીટર ની મદદથી કે વિસ્કરની મદદથી મિક્સ કરવું મિક્સ થયા પછી થોડું હલકું લાગશે અને એનો કલર સફેદ જેવો થઈ જશે
- 2
પછી તેમાં બધા જ કોરા ઘટકો ભેગા કરીને એકવાર એને ચાળીને બાઉલમાં મિક્સ કરી દેવાના
- 3
જ્યારે મિશ્રણ તૈયાર કરો ત્યારે ઓવનને પ્રિહિટ કરી લેવાનું પ્રિહિટ કરવા માટે 180 તાપમાન અને 10 મિનિટ માટે મૂકવાનું
- 4
જે બાઉલમાં મિશ્રણ મિક્સ કર્યું હોય તેને કેકના મોલ્ડ માં બટર પેપર મૂકી ગ્રીસ કરી લેવાનું પછી બધું મિશ્રણ તેમાં રેડી દેવાનું. અને પ્રિહિટ કરેલા ઓવનમાં મૂકી દેવાનું
- 5
ઓવન નું તાપમાન 180 અને 40 મિનિટ માટે કેક બનવા મુકવાની
- 6
30 મિનિટ થાય પછી એકવાર ચેક કરીને જોઈ લેવું. કેક ફૂલી ગઈ હોય તો ટૂથપીકની મદદથી વચ્ચેના ભાગમાં જરૂર ચેક કરી લેવું જેથી જો પ્રવાહી જેવું લાગે તો ફરીથી બેક કરવા માટે મૂકી દેવી
- 7
આ કેક ને ગેસ ઉપર પણ બનાવી શકાય છેએક મોટા વાસણમાં મીઠું પાથરી એની ઉપર કેકનો મોલ્ડ સ્ટેન્ડ ઉપર મૂકી દેવાનું અને 40 મિનિટ પછી કેક તૈયાર થઈ જશ જે વાસણમાં મીઠું મૂક્યું હશે એને પણ પ્રી હિટ કરવું પડશે સૌપ્રથમ એને 10 મિનિટ માટે ગરમ મૂકવું પછી એમાં કેકનું મોલ્ડ મૂકવો
- 8
કેક તૈયાર થાય પછી તેને ઠંડી પાડી મોલ્ડ માંથી કાઢી લેવાની અને પછી એને આપણે આપણને ગમે તેમ સજાવી શકીએ છીએ
- 9
રેડ વેલવેટ કેક ખાવા માટે તૈયાર છે સ્વાદિષ્ટ અને સુંદર કેક
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (5)