સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપચણાની દાળ
  2. ૧ ટીસ્પૂનહળદર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૨ નંગલીલાં મરચાં
  5. ૩થી ૪ કળી લસણ
  6. ૧ ટુકડોઆદુ
  7. ૨ ટીસ્પૂનબુરું ખાંડ
  8. ૧/૪ ટીસ્પૂનલીંબુના ફૂલ
  9. ૧ ટીસ્પૂનઇનો ફ્રુટ સોલ્ટ
  10. ૨ ટીસ્પૂનતેલ
  11. ૧ ટીસ્પૂનરાઇ
  12. ૨ ટીસ્પૂનકાજુ નાં ટુકડા
  13. ૨ ટીસ્પૂનસુકી દ્રાક્ષ
  14. ૧ કપઝીણી સેવ
  15. ચપટીહિંગ
  16. ૧/૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચણા ની દાળ ને ૬ કલાક સુધી પલાળી રાખો ત્યાર બાદ તેમાં ચપટી મીઠું, હળદર થોડું પાણી નાખીને વાટી લો

  2. 2

    ત્યારબાદ તેમા વાટેલા આદુ મરચાં, લીંબુ ના ફૂલ, બુરું ખાંડ નાખીને ૧૦ મિનિટ સુધી રહેવા દો ઢોકળીયામા પાણી રેડી ગરમ થવા દો તેલ થી ગ્રીસ કરેલી થાળી મુકો

  3. 3

    હવે ખીરું માં સ્વાદ પ્રમાણે મીઠું,ઇનો નાખીને બરાબર ફીણી ખીરુ ને થાળી માં રેડી ગેસ ની હાઇફલેમ પર ૨૦ મિનિટ સુધી બફાવા દો

  4. 4

    ખમણી તૈયાર થાય એટલે ઠંડી પડે પછી છિણી વડે છીણી લો

  5. 5

    હવે કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં સમારેલા લીલાં મરચાં, કાજુ, દ્રાક્ષ, લસણ હિંગ, પાણી રેડીને ચપટી મીઠું, ૧/૨ ટીસ્પૂન બુરું ખાંડ નાખો, છેલ્લે ખમણી ઉમેરો

  6. 6

    છેલ્લે સેવ ભભરાવી કોથમીર ની ચટણી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes