ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)

ઉતરાયણ સ્પેશિયલ #US
ઉતરાયણ શિયાળામાં જ આવે છે અને ખજૂર પણ શિયાળામાં વધારે સારો મળે છે શિયાળામાં ખજૂર ખાવાથી ઘણા લાભ થાય છે આ ખજૂર બિસ્કીટ બાળકોને પણ ખૂબ જ ભાવે છે ખજૂર બાળકો એમનેમ નથી ખાતા તેને આ રેસીપી જો બનાવીને આપે તો તે ખાય છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરમાંથી તેના બી કાઢી લેવા પછી તેને એક કડાઈમાં 2 ચમચી ઘી મૂકી અને તે ગરમ થાય એટલે તેમાં ખજૂર ઉમેરવો
- 2
હવે ખજૂર ને હલાવતા રહેવું અને તે પોચો એકદમ પડી જશે પાંચ દસ મિનિટ માટે શેકાઈ જશે તળિયામાં બેસી ન જાય તેનું ધ્યાન રાખો
- 3
ખજૂર સરસ શેકાઈ જાય એટલે એકદમ મિક્સ થઈ જશે પછી તેમાં ટોપરાનો પાઉડર થોડો ઉમેરવો હવે તેને નીચે ઉતારી લેવો
- 4
હવે આ ખજૂર નેઆપણે હાથ વડે અડી શકીએ એટલો ઠંડો પડવા દેવો પછી તેમાંથી નાની થેપલી બનાવવી
- 5
હવે આવી કુલ ત્રણ થેપલી બનાવી બે થેપલી થોડી મોટી બનાવી અને વચ્ચેની થેપલી થોડી નાની બનાવી
- 6
હવે આ એકથેપલીને એક ડીશમાં થોડું ઘી લગાવી અને મૂકવી તેની ઉપર એક મેરી ગોલ્ડ બિસ્કીટ મૂકવું પાછો એક થેપલી અને પછી વડી પાછું એક મેરીગોલ્ડ બિસ્કીટ મૂકો અને વડી પાછું એક થેપલી મૂકવી
- 7
હવે આ ખજૂરની થેપલીને સાઈડમાંથી પેક કરી દેવી જેથી કરીને બિસ્કીટ દેખાય નહીં હવે આ તૈયાર થયેલ ખજૂર બિસ્કીટ પર ટોપરાનું પાઉડર છાંટવો
- 8
હવે આ ખજૂર બિસ્કીટ ને ટોપરાનું પાઉડર છાંટીને 1/2કલાક પછી તેને નીચે રાખીને એકદમ સરસ ચપ્પુથી તેને વચ્ચેથી કટ કરી લેવા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ