ઘુટો (Ghuto Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
ઘુટો એ એક વિસરાતી વાનગી છે. જે ઘણા બધા શાકભાજી અને દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વાનગી માં મરી મસાલા નો ઉપયોગ મોટેભાગે કરવામાં આવતો નથી. આ વાનગી વિટામીન પ્રોટીન મિનરલ્સ ફાઇબરથી ભરપૂર છે
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ઘુટો એ એક વિસરાતી વાનગી છે. જે ઘણા બધા શાકભાજી અને દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વાનગી માં મરી મસાલા નો ઉપયોગ મોટેભાગે કરવામાં આવતો નથી. આ વાનગી વિટામીન પ્રોટીન મિનરલ્સ ફાઇબરથી ભરપૂર છે
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળને મિક્સ કરી ધોઈને બે કલાક માટે પલાડી દો
- 2
એક મોટા તપેલામાં પાંચથી છ ગ્લાસ પાણી ગરમ કરવા મુકી તેમાં પલાળેલી દાળ ઉમેરી દો. પાણી ઉકળે ત્યાં સુધીમાં બધા શાકભાજીને ધોઈને સમારી લો.
- 3
પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક પછી એક શાકભાજી ઉમેરતા જાવ. જે શાકને ચડતા વાર લાગે તેને પહેલા નાખવું. આ રીતે બધા જ શાકભાજી પાણીમાં ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરો. વાટેલા આદુ મરચાં અને લસણ ઉમેરી મિક્સ કરો
- 4
મીડીયમ આંચ ઉપર થવા દો જરૂર પડે તો પાણી ઉમેરવું. દાળ અને બધા શાકભાજી ચડી જાય એટલે લીંબુનો રસ એડ કરો. મિક્સ કરી પાંચ મિનિટ થવા દો. ઘુટો થઈ ગયો. ઘુટો સુપની જેમ સર્વ કરવાનો હોય તો થોડું લિક્વિડ કન્સીસ્ટન્સી રાખવી. અને રોટલા સાથે સર્વ કરવો હોય તો થોડી ઘટ્ટ કન્સીસટન્સી રાખવી.
- 5
કોથમીર થી ગાર્નીશ કરી ઘુંટાને ગરમ ગરમ સર્વ કરો. મેં અહીં સર્વ કર્યો છે.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (8)