વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#LSR
વરાહ ની દાળ એ લગ્ન માં બનતી દાળ છે જેની સોડમ થી જ ખાવા ની ઈચ્છા થઈ જાય.રૂટિન મસાલા ની સાથે તેમાં સૂકી ખારેક,શીંગ,આંબલી નો પલ્પ....વગેરે એક્સ્ટ્રા પડે છે.જે સ્વાદ માં વધારો કરે છે. આ દાળ માં ગળપણ અને ખટાશ બંને ઉપર પડતા હોય તોજ સ્વાદ સારો લાગે છે.તો ચાલો જોયીયે રેસિપી.
આમ તો આ રેગ્યુલર ગુજરાતી દાળ બનાવીએ તે જ રીતે બને છે પરંતુ એ અમુક મસાલાને કારણે જુદી પડે છે.

વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#LSR
વરાહ ની દાળ એ લગ્ન માં બનતી દાળ છે જેની સોડમ થી જ ખાવા ની ઈચ્છા થઈ જાય.રૂટિન મસાલા ની સાથે તેમાં સૂકી ખારેક,શીંગ,આંબલી નો પલ્પ....વગેરે એક્સ્ટ્રા પડે છે.જે સ્વાદ માં વધારો કરે છે. આ દાળ માં ગળપણ અને ખટાશ બંને ઉપર પડતા હોય તોજ સ્વાદ સારો લાગે છે.તો ચાલો જોયીયે રેસિપી.
આમ તો આ રેગ્યુલર ગુજરાતી દાળ બનાવીએ તે જ રીતે બને છે પરંતુ એ અમુક મસાલાને કારણે જુદી પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. 1 કપતુવેર ની દાળ
  2. 1 મોટો ચમચોચણા ની દાળ
  3. 1ચમચો આંબલી નો પલ્પ
  4. 1ચમચો દેસી ગોળ
  5. 2-3સુકી ખજૂર બાફેલી
  6. 1/2 ચમચી તજ લવિંગ નો પાઉડર
  7. 1ચમચો શીંગદાણા બાફેલા
  8. 2ત્રણ લવિંગ અને એક ટુકડો તજ
  9. દોઢ ચમચી લાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચી હળદર પાઉડર
  11. 1 ચમચીધાણાજીરું પાઉડર
  12. 1તમાલપત્ર
  13. 2ચોપ કરેલા ટામેટા
  14. 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  15. વઘાર માટે
  16. 1 મોટો ચમચોતેલ
  17. 1/2 ચમચી રાઈ
  18. 1/2 ચમચી હિંગ
  19. 2સુકા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને દાળને ભેગી કરી સારી રીતે ધોઈ બે થી ત્રણ કલાક ગરમ પાણીમાં પલાળી રાખવી. પછી એક બાઉલમાં શીંગ અને ખારેક ભેગા કરી દાળની સાથે અલગથી બાફી લેવા.

  2. 2

    દાળ બફાઈ જાય એટલે એને સારી રીતે ઝેરી લેવી પછી તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું, ગરમ મસાલો નાખી ઉકળવા દેવી. તેમાં આંબલી નો પલ્પ ગોળ અને બાફેલા શીંગ અને ખારેક નાખવા.

  3. 3

    લીલા મરચાની પેસ્ટ તજ લવિંગનો ભૂકો એ પણ સાથે નાખી દેવું. અડધા ટામેટા ઉકળવા વખતે નાખવા. પાંચથી સાત મિનિટ ઊકળે એટલે એકબીજા પેનમાં વઘાર માટેનું તેલ લઈ તેમાં રાઈ નાખવી રાઈ તતડે એટલે તજને લવિંગ અને સૂકા મરચાં નાખી હિંગ નાખી દાળમાં વઘાર વેડી દેવો.

  4. 4

    બીજા ટામેટા ફરી ઉપર નાખવા અને ગેસ બંધ કરતાં પહેલાં કોથમીર નાખી ગેસ બંધ કરી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes