રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાને ભીના કપડાથી સારી રીતે લૂછી લેવા પછી તેના બંને બાજુના ડિતા કાઢી વચ્ચેથી બે પીસ કરી લેવા ભીંડા જોઈને સુધારવા કેમ કે તેમાં જીવાત ખૂબ હોય છે
- 2
પછી એક પેનમાં 2 ચમચી તેલ મૂકી તેમાં ચણાનો લોટ શેકી લેવો ઠંડો પડે પછી તેમાં મીઠું મરચું ધાણાજીરું હળદર અને ટોપરાનું છીણ વધુ મિક્સ કરી લેવું. પછી પેનમાં વધેલું તેલ મૂકી તેલ આવે એટલે ભીંડા વઘારવા અને ધીમા તાપે ઢાંકણ ઢાંકી ભીંડા ચડવા દેવા ભીંડા ચઢે પછી તેમાં ચણાના લોટનો મસાલો ભભરાવી અને તાવેતાથી હલાવવું જેથી ભીંડા માં ચિકાસ ના પકડાય. ધીમા તાપે હલાવી 3 થી 4 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી દો. રોટી કે પરાઠા સાથે ખાઈ શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16910803






ટિપ્પણીઓ