સુજી બોલ્સ (Sooji Balls Recipe In Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપસોજી
  2. 21/2 કપપાણી
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 2 1/2 ચમચીતેલ
  5. 3-4 ચમચીટોપરા નું ખમણ
  6. 1/2 ચમચીરાઈ
  7. 5-6પાન લીમડા ના પાન
  8. 1 ચમચીસાંભર મસાલો
  9. કોથમીર સજાવટ માટે
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચીઅડદ દાળ
  12. 1/2 ચમચીચણા દાળ
  13. 1/4 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સોજી ને ડ્રાય રોસ્ટ કરી લો.સોજી શેકાઈ જાય એટલે એક પેન માં 1 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી તેને થોડું સાંતળી લો.આદુ મરચા સંતળાઈ જાય એટલે પાણી અને મીઠું નાખી તેને ઉકાળી લો.

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં સોજી નાખી બરાબર હલાવી લો. હોવી સોજી ને ઢાકી ને 2 થી3 મિનિટ માટે રાંધવા ડો.

  3. 3

    રંધાયેલી સોજી એક ડીશ માં નાખી થોડી ઠંડી થવા દો. સોજી ઠંડી થાય ત્યાં સુધી ઢોકડીયા માં પાણી ગરમ મુકો.હવે સુજી ના નાના બોલ્સ બનાવી ઢોકડીયા માં 10 મિનિટ માટે બાફવા મુકો.

  4. 4

    10 મિનિટ પછી બોલ્સ બફાઈ જાય એટલે એક પેન માં વધેલું તેલ ગરમ કરી તેમાં રાઈ, અડદ દાળ, ચણા ની દાળ,લીમડા ના પાન અને હિંગ નાખી સાંતળો.હવે તેમાં સાંભર મસાલો અને સુજી ના બોલ્સ નાખી બરાબર હલાવી લો.

  5. 5

    હવે સુજી બોલ્સ ને કોથમીર થઈ સજાવી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes