દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

#EB દાળ ઢોકળી બધા ને ભાવતી વાનગી છે અને લગભગ મોટા ભાગ ના ગુજરાતી ઘરો માં મહિના માં 1 કે 2 વાર તો બનતી જ્ હોય છે.
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#EB દાળ ઢોકળી બધા ને ભાવતી વાનગી છે અને લગભગ મોટા ભાગ ના ગુજરાતી ઘરો માં મહિના માં 1 કે 2 વાર તો બનતી જ્ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કુકરમાં દાળમાં પ્રમાણસર પાણી, હળદર અને હિંગ અને શીંગદાણા નાખીને દાળને બાફવા મુકી દો. હવે એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમા અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ, અને એક ચમચી તેલ નાખી મધ્યમ લોટ બાંધી લો.
- 2
બાફેલી દાળને બહાર કાઢી તેને વલોવી તેમા પ્રમાણસર પાણી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, હિંગ, તજ-લવિંગ અને કળી લીમડો નાખી તતડાવો, હવે તેમા ટોમેટો પેસ્ટ, લસણ-મરચાનું પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો. હવે તેમાં લાલ મરચુ નાખી તરત જ બાફેલી દાળ નાખી દો. દાળ ઉકળવા દો.
- 3
હવે લોટના લૂંઆ કરી તેની રોટલી વણો અને તેના કાપા પાડી તેને ઉકળતી દાળમાં નાખો. તમે ચાહો તો દાળમાં ગળપણ તરીકે ગોળ નાખી શકો છો. કુકરનું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લો. તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી. ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગર્મ સર્વ કરો.
- 4
ઢોકળીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે તેમા આંબલીનુ પાણી પણ નાખી શકો છો.
Similar Recipes
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને દાળ ઢોકળી ખાટી મીઠી બનતી હોય છે. Harsha Gohil -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બનાવાની બધા ની પોતાની રીત હોય છે.આજે જાણો મારી રીત દાળ ઢોકળી બનાવાની. Deepa Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી કાઠીયાવાડી સ્પેશીયલ આઈટમ ગુજરાતના માણસોને ખૂબ જ બધાના ઘરમાં બનતી કાઠીયાવાડી આઈટમ #CB1 દાળ ઢોકળી Parul B Modha -
સ્ટફડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#લીલાવટાણા#ગુજરાતી દાળ#lunch આલુ મટર સ્ટફડ દાળ ઢોકળી Keshma Raichura -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે ખાસ કરીને ગુજરાતી ઓ ના ઘરેથેપલા નો લોટ માં થી ઢોકળી બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week2 chef Nidhi Bole -
દાળઢોક્ળી (dal dhokali recipe in gujarati)
#ફટાફટ યુનિક દાળઢોક્ળી( ચણા ના લોટ ની)આપણા ગુજરાતી ઘરો માં દાળ ઢોકળી બહુ બને. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં ચણાના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે। અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Vidhi V Popat -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4#Week24અમારા ઘરમાં નાના મોટા સૌ ને દાળ ઢોકળી ભાવે છે. દાળ વધારે વધી હોય તયારે દાળ ઢોકળી બનાવાય છે. ગરમા ગરમ ખવાય છે. દાળ વધી ના હોય તોપણ પાણી થી દાળ બનાવીને પણ દાળ બનાવાય છે. Richa Shahpatel -
પોટલી દાળ ઢોકળી
#ઈબૂક#Day5દાળ ઢોકળી તો બધા ના ઘર માં બનતી જ હશે , આજે એમાં એક અલગ વર્ઝન લાવી છું ,પોટલી દાળ ઢોકળી..ખૂબ જ ટેસ્ટી લાગે છે Radhika Nirav Trivedi -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ