રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળી એક વાસણમાં લઈ તેમાં પાણી એડ કરી ઢીલું ખીરું તૈયાર કરવું ત્યારબાદ સાઈડમાં બીજા ગેસ ઉપર એક તપેલીમાં ખાંડ લઇ એક વાટકી પાણી નાખી પાતળી ચાસણી બનાવવી આ ચાસણીમાં એક ચપટી કેસરી કલર ઉમેરી દેવો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ અથવા ઘી લઈ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ કાણાવાળા ઝારા વડે ચમચીથી ખીરું લઇ ગરમ તેલમાં બુંદી પાડવી બુંદી તળાઈ જાય પછી તરત જ કાઢી ને ગરમ ચાસણીમાં નાખી દેવી
- 3
ત્યારબાદ સારી રીતે હલાવી લેવી બધા દાણામાં ચાસણી ભરાઈ જાય ત્યારબાદ ચમચા વડે નિતારીને બીજા વાસણમાં કાઢી લેવી ત્યારબાદ ગરમ ગરમ બુંદી માં કાજુના કટકા તેમજ કિસમિસ નાખી ગરમ ગરમ સર્વ કરવી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13013551









ટિપ્પણીઓ (2)