પાઈનેપલ જામ (Pineapple Jam Recipe In Gujarati)

પાઈનેપલ જામ (Pineapple Jam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાઈનેપલ ની છાલ કાઢી ને, કાંટા સાફ કરી ધોઈ ને, કટકાં કરી લો....જામ બનાવવા માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરી લો.
- 2
સ્ટીલ ના વાસણમાં પાઈપ-
નેપલ ના કટકાં ઉમેરી ને એકાદ મિનીટ માટે ગેસ ની ધીમી આંચ પર રાખી ને સાંતળો. પછી પાણી ઉમેરી ને સરસ મિક્ષ કરી લો,ઢાંકણ ઢાંકી ને મધ્યમ આંચ પર રાખી ને પાઈનેપલ નરમ બને ત્યાં સુધી ચડવા દો,વચ્ચે વચ્ચે હલાવતાં રહો. - 3
- 4
પાઈનેપલ સરસ ચડી જાય એટલે તેમાં બ્લેન્ડર ફેરવી લો.
પછી તેમાં કેસર નાં તાંતણા, વેનીલા એસેન્સ,તજ નો પાઉડર અને ખાંડ...એમ વારાફરતી ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.ઢાંકણ ઢાંકી ને ૫ મિનિટ માટે રાખી લો - 5
- 6
તેમાં ચપટી મીઠું ઉમેરી ને મિક્ષ કરી લો...એકાદ મિનિટ ઉંચી આંચ પર થવા દો..સરસ લચકા પડતું થાય એટલે લીંબુ ના રસ ના ટીંપા ઉમેરી ને ગેસ બંધ કરી હલાવો,ને ઠંડું થવા રાખો.
- 7
- 8
સરસ ઠંડુ થાય એટલે બાઉલ માં કાઢી લો અને ૨ કલાક પછી એરટાઈટ બરણી માં ભરી લો ને ફ્રીજ માં સ્ટોર કરો.
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (2)