રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ 2 વાટકી ચણાનો લોટ લઈ તેમાં 4 ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી કઠણ ભાખરી જેવો લોટ બાંધો
- 2
10 મિનિટ પછી તેમાં થી નાના નાના મુઠીયા બનાવી લો
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં બનાવેલ મૂઠિયાં ધીમા તાપે તળી લો.. ઠરે એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો..
- 4
બીજા એક પેનમાં 1 વાટકી ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ઉકાળવું અને દોઢ તાર ની ચાસણી બનાવો.તેમા એલચી પાવડર અને કેસર નાખીને થોડીવાર હલાવી ગેસ બંધ કરી દેવો, તે થોડી ઠંડી પડે એટલે તેમાં તૈયાર કરેલા મૂઠિયાં ના ભૂકા નં ઉમેરો અને નાના નાના લાડુ બનાવી લો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675953




ટિપ્પણીઓ