પેન પાવ

આમ જોવો તો બેકરી ની વસ્તુ ઓવન કે માઈકોવર માં જ થાય હવે કુકર માં કે તપેલા માં પણ બધા બનાવે છે પણ મે આજે નોનસ્ટિક પેનમાં પાવ બનાવી છે જે ખૂબ જ જલ્દી અને પોચા અને સારા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ગરમ પાણી લઈ તેમાં ખાંડ નાખી ને હલાવી ને તેમાં ઈસ્ટ નાખી અને તેને એક્ટિવ થવા ૧૦ મિનિટ રહેવા દો ૧૦ મિનિટ પછી તેમાં મેંદો મીઠું મિલ્ક પાવડર નાખી ને લોટ ને બાંધવો પાણી ની જરૂર મુજબ નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો
- 2
લોટ ને બાંધી ને ૧૦ મિનિટ ખૂબ મશળવો અને પછી બાઉલ મા ૨ કલાક માટે રાખી ને ઢાંકી દેવું ને ગરમ જગ્યા પર રેવા દેવું તેથી આથો આવા લાગશે
- 3
હવે બાઉલ મા થી લોટ ને આપડે પંચ્ મારી આવી રીતે મરવું જેથી તેમાં થી હવા બધી નીકળી જશે અને લોટ ને ૧ મિનિટ મસળી ને તેમાં થી લુવા કરી ને પેન મા તેલ લગાવી ને a લુવા ને ગોળ વળી ને પેન મા ગોઠવી ને ૧૫ મિનિટ રહેવા દેવા જેથી પાવ ફૂલી જશે ઉપર થી હળવા હાથે દૂધ લગાવી ને મૂકવા
- 4
ગેસ પર લોઢી મૂકી ને પેન ને મૂકી દેવું ઉપર થી ઢાંકી ને ૧૨/૧૫ મિનિટ ધીમા તાપે પાવ ને થવા દેવા નીચે થી બ્રાઉન કલર આવી જાય એટલે તેને ઉલ્ટા કરી ને ૩/૫ મિનિટ થવા દેવા પાવ આપડા ત્યાર છે... ગરમ પાવ પર બટર કે ઘી લગાવી ને રેવા દેવા એટલે બહુ કડક ના થઈ જાય ભાજીપાવ કે દાબેલી કે મિસળ પાવ જોડે સર્વ કરવા...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)