સરસીયા ખાજા (Sarasiya Khaja Recipe In Gujarati)

#MA
મારા મમ્મી ને નવું નવું બનાવાનું ખૂબ ગમતું. એ દરેક આવી બહાર મળતી વાનગી ને અચૂક ઘરે બનવાની કોશિશ કરતી અને એને એમાં સફળતા પણ મળતી જ. કેરી ની સીઝન માં રસ ખાવાનો ચાલુ થાય એટલે એ સરસીયા ખાજા બનાવી ને ડબ્બો ભરી જ દેતી અને બીજા ને પણ ખવડાવતી.આજે હું અહી એની રેસિપી થી સરસીયા ખાજાં બનવું છું..અને એની યાદો ને તાજી કરું છું.

રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં ઉપર જણાવેલ બધા મસાલા અને મોણ નાખીને જરૂર મુજબ નું પાણી નાખી લોટ મીડિયામાં બાંધવો. લોટ માં થી ૩ ભાગ કરવા
- 2
હવે એક પેન માં ૪ ચમચી તેલ અને પાણી લઈ એમાં એક ભાગ લોટ નો મિક્સ કરવો. પહેલા ઢીલો લાગશે પછી સેકાસે એટલે ડ્રાય થઇ જશે. હવે પેલા બે ભાગ ના રોટલા જેવા વની લેવા. એક ભાગ પર શેકેલા લોટ નો રોટલો કરી મૂકવો એની ઉપર બીજો ભાગ મૂકી રોલ કરી ૩ કલાક નો રેસ્ત્ આપવો. ઢાંકી ને પેન માં રાખવું.
- 3
પછી એણે મસળી ને નાના પૂરી વણાઈ એવા લુઆ કરી મિડિયમ પૂરી વની એમાં વેલણ થી જ પાંચ કાના પાડી મીડિયમ તાપે તળી લેવા.
- 4
એને કાના વાલી ચારણી માં કાઢવા. એકદમ ઠંડા પડશે પછી એને તોડતા સરસ પડ દેખાશે.ખાવામાં પણ એકદમ ફરસાં લાગશે. એને કેરી ના રસ અને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે.એની ઉપર લીંબુ નીચવીને ખવાઈ છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (20)