ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં મગ ઉમેરો અને જરૂર મુજબનું પાણી ઉમેરી અને પાંચ સીટી વગાડી લો.ત્યારબાદ એક ટોપળીમાં તેલ,રાઈ, જીરુ,અને હીંગ ઉમેરો અને બાફેલા મગ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો.હવે તેમાં મીઠું મરચું હળદર ઉમેરી અને મિક્સ કરો.પાચ મિનિટ સુધી થવા દો. તો તૈયાર છે મગનું રસાવાળું શાક.
- 2
એક તપેલીમાં ચોખા લઈ તેને સારી રીતે પાણી થી ધુવો. હવે તેનું પાણી નિતારી અને બીજી તપેલી માં જરૂર મુજબનું પાણી ઉમેરી અને આઠથી દસ મિનિટ સુધી રાંધો.એક ચમાચમાં બે-ત્રણ દાણા લઈને ચેક કરો કે તમારા ભાત બરાબર ચઢી ગયા છે કે નહીં. જો તે બરાબર ચડી ગયા હોય તો વધારાનું પાણી નિતારી લો તૈયાર છે ગરમા ગરમ ભાત.
- 3
મૂળા ને સારી રીતે ધોઈ અને સુધારી લો ત્યારબાદ એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ ઉમેરો અને સમારેલા પાન અને કંદ ઉમેરો. હવે તેમાં મીઠું ઉમેરી અને પાંચથી સાત મિનિટ સુધી સાંતળો. તેમાં થોડું પાણી ઉમેરી અને ડીશ ઢાંકી અને પાંચ મિનિટ સુધી ચડાવો. તેમાં થોડું પાણી બચે ત્યારે ચણાનો લોટ,હળદર અને મરચું પાઉડર ઉમેરો. ગાંઠા ન પડી જાય એટલા માટે સતત હલાવતા રહો. તૈયાર છે મૂળા નો સંભારો.
- 4
એક વાસણમાં ઘઉંનો લોટ ઉમેરો. તેમાં તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી અને નરમ લોટ બાંધો. તેની રોટલી વણી લો અને તાવડીમાં સરસ રીતે પકાવી લો. ઉપર ઘી ચોપડી અને ગરમાગરમ સર્વ કરો.
- 5
તો આ રીતે તૈયાર છે મગ નુ શાક,ભાત મુળાનો સંભારો અને રોટલી અને છાશ સાથે સર્વ કરો.આ ગુજરાતી થાળી તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ પડશે.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (10)