
વ્હાઈટ મેગી (White Maggi Recipe in Gujarati)

વ્હાઈટ મેગી (White Maggi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં એક ચમચી બટર મૂકી ગેસ ચાલુ કરી લો.ત્યારબાદ તેમાં એક ચમચી મેંદો ઉમેરો અને શેકી લો, શેકાય જાય એટલે તેમાં એક કપ જેટલું દૂધ ઉમેરો, સ્વાદ મુજબ મીઠું એક ચમચી મરી પાઉડર અને 1/2ચમચી ખાંડ ઉમેરો અને હલાવી લો
- 2
તો અહીં વ્હાઈટ સોસ તૈયાર છે ગેસને બંધ કરીલો
- 3
એક તપેલીમાં 1/2 ગ્લાસ જેટલું પાણી મૂકી મેગી ને કુક થવા માટે મૂકો...અહી કોઈ પણ જાતનો મસાલો કે બીજું કાંઈ ઉમેરવાનું નથી...ત્રણથી ચાર મિનિટ પછી મેગી ને હલાવી ને તેને ચાળણીમાં નાખીને પાણી બહાર નીકળી જવા દો
- 4
એક કડાઈમાં 1/2ચમચી તેલ મૂકી તેમાં કેપ્સિકમ તથા ટામેટું સાંતળી લો અને હવે તેમા બાફેલા વટાણા ઉમેરો...
- 5
હવે white sauce વાળા પેન માં કેપ્સીકમ ટામેટાં, બાફેલ વટાણા તથા બાફેલી મેગી ઉમેરી મિક્સ કરી લો તેના પર્ ૧/૨ ચમચી ચીલી ફ્લેક્ષ તથા ૧/૨ ચમચી ઑરેગાનો નાખી હલાવિ લો...
તો તૈયાર છે વાઈટમેગી...
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (11)